વાંકાનેરના પંચાસિયા ગામે આવેલ ઓધૌગીક એકમમાં માંથી રૂ. ૮૦ લાખની વીજ ચોરી ઝડપાઇ

ગત તારીખ ૪.૦૮.૨૦૨૨ ના રોજ વડોદરા જી.યુ.વી.એન.એલ વિજીલન્સ વિભાગ ની ટીમો દ્વારા સ્થાનીક નાયબ ઇજનેર ને સાથે રાખી અનુપમાઁઘ ગહલોત, આઇ.પી.એસ ADGP(S), અને એચ.આર.ચૌધરી IPS, JED ની સુચના અને માર્ગદર્શન થી વાંકાનેર ના પંચાસીયા ગામે પી.જી.વી.સી.એલ ના અંતરીયાળ ઓધૌગીક વીજજોડાણ “પટેલ ફ્યુઅલ” માં ચેકીંગ રેઇડ કરવામાં આવેલ.

સદર ૯૦(નવું) હોર્સ પાવર ના વીજ જોડાણ માં ટ્રાન્સફોર્મર થી ડાયરેક્ટ કેબલ નાખી મીટર બાયપાસ કરતા રંગે હાથ પકડી પાડવામાં આવેલ તેમજ સ્થાનીક વાંકાનેર નાયબ ઇજનેર દ્વારા રૂ. ૮૦ લાખ નું પાવર ચોરીનું બીલ આપવા ની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.

અત્રે નોંધનીય છે કે રાજાવડલા ગામમાં નજીકના ભુતકાળમાં બે ઓધૌગીક વિજ-જોડણોમાં ૧ કરોડની વિજ ચોરી વડોદરા ની ટીમો દ્વારા પકડવામાં આવેલ તેમજ હાલ પણ જે આ વિજ-ચોરી ઓધૌગીક જોડાણ માં પકડાયેલ તેનાથી વિજ ચોરો માં ફફડાટ ફેલાવા પામેલ છે તેમજ ઉપરોક્ત પકડાયેલ વિજ ચોરીમાં સ્થાનીક કર્મચારી ની સંડોવણી છે કે નહી તે અંગેની તપાસ ચાલુ છે.