મોરબીમાં વડવાળા સંગઠન દ્વારા લંપી રોગ સામે રસીકરણ અભિયાન

તમામ પશુપાલકોને પોતાના પશુઓને ખતરનાક રોગથી બચાવવા રસીકરણ કરવાની અપીલ

મોરબી : મોરબીમાં માલધારી સમાજના હિતો જાળવવા માટે સક્રિય રહેતું વડવાળા યુવા સંગઠન હાલ લંપી વાયરસ સામે પશુઓને બચાવવા માટે મેદાને આવ્યું છે.જો કે તંત્ર દ્વારા હાથ ધરાયેલા રસીકરણમાં ટૂંકાગાળામાં હજારો પશુઓને આવરી લેવા મુશ્કેલ હોવાથી વડવાળા યુવા સંગઠન યુવા સંગઠન દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

વડવાળા યુવા સંગઠન- મોરબી દ્વારા મરછુકાઠા રબારી ભરવાડ સમાજ જોગ જાહેર અપીલ કરવામાં આવી છે કે, હાલ વર્તમાન પરિસ્થિતિમાં ગૌ માતામાં આવેલ લંપી નામનો રોગ ફાટી નીકળેલો છે.આથી આ રોગથી ગૌધન બચાવવા માટે ગૌવસને રસી મૂકવાનું અભિયાન વડવાળા યુવા સંગઠન દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોય તો જે કોઈ ગામમાં કે શહેરમાં ગૌ માતાને રસી મૂકવાની બાકી હોય તો વડવાળા યુવા સંગઠનનો સંપર્ક કરે દરેક ગામ પહોંચીને રસીકરણ કરવામાં આવશે. રસીકરણ માટે નીચે આપેલ મોબાઈલ નંબરોમાં સંપર્ક કરશો. નવઘણ ભાઈ રબારી 9979337300, જીવણ ભાઈ રબારી 9737174000, મોતીભાઈ રબારી 9979473216

શ્રી વડવાળા યુવા સંગઠન ના મુખ્ય સંયોજક તથા માલધારી અગ્રણી દેવેનભાઈ રબારીએ કહ્યું હતું કે, ભરવાડ અને રબારી સમાજના લોકો કેટલીક ગેર માન્યતા અને અંધશ્રદ્ધાથી દોરાઈને પશુઓનું રસીકરણ કરાવતા નથી. પણ પોતાના આ ખતરનાક રોગથી પશુઓને બચાવવા માટે આ રસીકરણ શ્રેષ્ઠ ઉપાય છે. હાલના ટેકનોલોજીના યુગમાં કોઇપણ પ્રકારની ગેર માન્યતા અને અંધશ્રદ્ધાથી દોરાયા વગર પશુઓનું રસીકરણ ઝડપથી કરાવે તો તેમના પશુધન સલામત રહેશે.રસીકરણ કરવા અનુરોધ કરીયો હતો