મોરબી પોલીસની જુગારના કેસોમા બેધારીનીતિ કેમ ??

આવું શા માટે ? લાગવગના આધારે કે પછી ખિસ્સા ગરમ કરવાના કારણે ??

તહેવારોની મોસમ ખીલી છે ત્યારે જુગારીઓ જુગાર રમી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં થોડા દિવસોમાં અનેક જુગારના કેસો સામે આવ્યા છે જેમાં અનેક જુગારીઓને પકડવામાં આવ્યા છે પણ જુગારના કેસોમાં પોલીસની બેધારીનીતિ જોવા મળી છે

અમુક કેસમાં અટક કાઢીને જ્ઞાતિનું નામ લખવામાં આવે છે અને સરનામાં પણ ટૂંકા કરી દેવામાં આવે છે અને તેમના મોઢા પર રૂમાલ બાંધી ફોટો પાડવામાં આવે છે જ્યારે અન્ય બીજા કેસોમાં અટક, જ્ઞાતિ અને સરનામું પૂરું લખવામાં આવે છે અને સાથે  મોઢા પર રૂમાલ બાંધ્યાં વગર ફોટો પાડવામાં આવે છે જે એક સવાલ ઉભો થાય છે કે આવી રીતે અલગ અલગ કેસો કેમ બતાવામાં આવે છે આ સવાલ પોલીસ પર ઉભા થાય છે

શા માટે ? આટલી બેધારીનીતિ રાખવામાં આવે છે ક્યાં કારણોસર એકને ગોળ અને એક ને ખોળ આપવામાં આવે છે આ તમામ સવાલો પોલિસ સામે ઉભા થયા છે દરેક કેસ જુગારના છે તો સરખી વિગત આપવી જોઈએ પણ અહ્યા મોરબી પોલીસ દ્વારા દરેક કેસોમાં અલગ અલગ રીતે કેસ બતાવામાં આવે છે