હળવદ ધ્રાંગધ્રા બાયપાસ હાઈવે પર આવેલ જૂની આશાપુરા હોટલ ના માલિક સહિત વિદેશી દારૂની બોટલ સાથે બે ની ધરપકડ

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ તાલુકામાં દેશી અને વિદેશી દારૂના વેપલા સામે પોલીસે લાલ આંખ કરી છે. ત્યારે મોરબી એલસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે કોયબા ગામના પાટીયા સામે આવેલી જૂની આશાપુરા હોટલમાં દરોડો પાડ્યો હતો. જેમાં હળવદ રહેતા હોટલ માલિક સહિત બે શખ્સોને વિદેશી દારૂની બોટલ નંગ 25 સાથે ઝડપી લીધા હતા. જ્યારે હળવદ પોલીસે સુખપુર નજીકથી એક શખ્સને દારૂની બે બોટલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે કોયબા ગામના પાટીયા સામે આવેલી જૂની આશાપુરા હોટલમાં દરોડો પાડ્યો હતો. જેમાં તપાસ કરતા હોટલમાંથી પ્લાસ્ટિકના બાચકામાં છૂપાવેલી વિદેશી દારૂની બોટલ નંગ 25 કિંમત રૂપિયા 7500ની મળી આવી હતી. જેથી પોલીસે હોટલ માલિક હિતેશ ઉર્ફે લાલો નાગરભાઇ હડિયલ અને દેવરાજભાઇ સિંધાભાઇને ઝડપી લઇ બન્ને સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.