મોરબી જીલ્લા પોલીસ વડાએ ઉદ્યોગકારોને તકેદારીના ભાગરૂપે માર્ગદર્શન આપ્યું

મોરબી સીરામીક એસોસીએશન દૃારા મોરબી જીલ્લા પોલીસ વડા SP રાહુલ ત્રિપાઠીની આગેવાની મા ASI અતુલ બંસલ, LCB PI ગોઢણીયા તેમજ PSI બી.વી. ઝાલા સાથે મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખઓ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા, ભુતપુવઁ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, કિશોરભાઈ ભાલોડીયા તેમજ હોદેદારો અને સભ્યોની મીટીંગ યોજાઈ જેમા ટ્રાફીક અને ચોરી લુંટફાટ બાબતે એસ. પી. એ માગઁદશઁન આપ્યુ

જેમા ખાસ કરીને સીરામીક મા ૧૦/૦૮ થી એક મહિના દરમિયાન બંઘ રહેતા પ્લાન્ટમા ચોરીના કિસ્સાઓ ના બન્ને તેની તકેદારીના ભાગે સિક્યુરીટી સ્ટાફને એલટઁ રાખવો, ર્મેઈન ગેટ ઉપર સીસીટીવી કેમેરા અને પ્લાન્ટમા સાયરન રાખવુ જરૂરી છે તેમજ પોલીસ ડીપાટઁમેન્ટ દૃારા ઓઘોઁગિક વિસ્તારમા નાઈટ પેટ્રોલીંગ વઘારવામા આવશે તેવુ એસ.પી. એ જણાવેલ તેમજ ટ્રાફિક ઘટાડવા માટે ઉઘોઁગકારો પોતાની કંપનીમા કાર લઈને જતા હોય તેમા એક કાર મા ત્રણ થી ચાર વ્યકિત જાય તો ટ્રાફીક ઓછો થાય તેવુ સુચન એસ.પી.દૃારા આપવામા આવ્યુ આ બાબતોએ સીરામીક એસોસીએસન તમામ સભ્યો સાથે મીટીંગ કરીને પ્લાનીંગ કરશે