આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની ભાગરૂપે દરેક લોકોમાં રાષ્ટ્પ્રેમ જાગૃત કરવા માટે દેશની આન,બાન અને શાન ગણાતા તિરંગાની ગરીમાંસભર યાત્રા કઢાશે
મોરબી : આગામી 15મી ઓગસ્ટે દેશ અંગ્રેજોની હુકુમતમાંથી આઝાદ થયોને 75 વર્ષ પુરા થતા હોવાથી આ ક્ષણ કરોડો ભારતવાસીઓને કાંતિવિરોની શહાદતને નમન કરવા અને દેશની આન, બાન, શાન ગણાતા તિરંગાને ગૌરવભેર સલામી આપીને રાષ્ટ્ભક્તિ વ્યક્ત કરવાનું પર્વ છે. સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હોય અને હર ઘર તિરંગાથી દરેક ઘરે તિરંગા લગાવવાનું કામ ચાલુ હોય ત્યારે સદૈવ રાષ્ટ્ભાવનાને કેન્દ્રિત રાખીને લોકોના હિતમાં કાર્ય કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે હળવદમાં વિવેકાનંદ સાયન્સ એકેડમીના સહયોગથી 13 ઓગસ્ટે 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા નીકળશે.
હળવદમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-મોરબી અને વિવેકાનંદ સાયન્સ એકેડમી-હળવદ દ્વારા આગામી 13 ઓગસ્ટના રોજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દરેક લોકોમાં દેશના સ્વંભિમાનના પ્રતીક તિરંગાથી રાષ્ટ્ પ્રત્યેની કૃતજ્ઞતા જાગૃત કરવા આશરે 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 13 ઓગસ્ટના રોજ આશરે 2300 ફૂટ લાંબી તિરંગા યાત્રા વિવેકાનંદ ગર્લ્સ હોસ્ટેલથી સરા ચોકડી, નંકલક ધામ સામે હળવદ ધ્રાગંધ્રા હાઇવે સહિતના માર્ગો પર ફરીને દરેક લોકોમાં દેશ પ્રત્યે કઈ કરી છુંટવાની ભાવના જાગૃત કરાશે. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, હજારો લોકોએ દેશની આઝાદી માટે પ્રાણની આહુતિ આપી દીધી છે. દેશની આઝાદીમાં અનેક ભારતમાતાના વીર સપૂતોનું બલિદાન છે અને હજુ પણ દેશની આન, બાન અને શાન ગણાતા તિરંગાની રક્ષા માટે આપણા દેશના જાબાઝ સૈનિકોએ પ્રાણની આહુતિ આપતા પણ અચકાયા નથી. હજારો જવાનોએ બોર્ડર ઉપર દૂશમનોના દાત ખાટા કરીને તિરંગાની શાન કાયમ રાખી છે. ત્યારે આ તિરંગો જ્યારે લહેરાય ત્યારે દરેક ભારતવાસીઓ આપોઆપ ઉભા થઈને નત મસ્તકે સલામી આપે છે.તેથી દેશના ક્રાંતિવીર અને બોર્ડર ઉપર લડતા જવાનો જેવી જ રાષ્ટ્ભાવના આ તિરંગાથી આપણા દરેકમાં જાગૃત થાય તે માટે આ સરાહનીય પ્રયાસ કરાયો છે.