હવે ચુવાળીયા કોળી ઠાકોર સમાજ રાજકીય નેતાઓનો હાથો નહીં બને: સમાજ ચિંતક જગદીશભાઈ બામણીયા

“સમાજમાં ભાઈચારો એકતા સાથે સાથે સમાજના કુળ રિવાજો અને શિક્ષણ ક્ષેત્રે સમાજના લોકો આગળ વધે તેવી નેમ સાથે સમાજની મીટીંગ યોજાય”

રિપોર્ટ: આરીફ દિવાન મોરબી : મોરબી શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ ના હક હિત અધિકાર અંતર્ગત સમાજના અગ્રણીઓ આગેવાનો યુવાનો અને સમાજની નવી બોડીની રચના સાથે પરિસ્થિતિને ધ્યાને રાખી મીટીંગ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે તાજેતરમાં મોરબી જિલ્લાના જીવાપર(ચ) ગામ ખાતે સમગ્ર ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજના આધુનિક યુગ ને ધ્યાને રાખી સમયની પરિસ્થિતિને ધ્યાને રાખી સમાજ ચિંતક સમગ્ર ચુવાળીયા કોળી ઠાકોર સમાજ ના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં સમાજમાં શિક્ષણ સાથે સાથે સમાજમાં કુળરિવાજો અંતર્ગત ચર્ચા વિચારણા સાથે સાથે સમાજના હક હિત અધિકાર ચિંતક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું

તેમાં કોઈ રાજકીય નેતાઓનો હાથો સમાજના લોકો ના બને તેવા પ્રયાસો અંતર્ગત સમાજ ચિંતક શિબિરનું સફળ આયોજન રહ્યું હતું જેમાં સમગ્ર મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ચુવાડીયા કોળી ઠાકોર સમાજ ચિંતકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમાં જગદીશભાઈ બાંભણિયા જિલ્લા પ્રમુખ ની અધ્યક્ષતામાં મીટીંગ યોજાય હતી જેમાં ધનજીભાઈ સખે સરિયા. જયદીપભાઇ દેગામા રમેશભાઈ હમીર પરા. બાલુભાઈ હમીર પરા. વાલજીભાઈ ઝંઝવાડીયા. ગૌતમભાઈ સહિત મહેશભાઈ દરોદારા સહિતના સમાજ અગ્રણી આગેવાનો કાર્યકરો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ મિટિંગમાં વિવિધ સમાજહિત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વિશેષ કામગીરી અંતર્ગત સમાજના લોકોને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ફૂલહાર થી સન્માન કરવામાં આવ્યા હતા