મોરબી નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ પોલીસ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

રક્ષાબંધનના આ શુભ પર્વ નિમિત્તે નવયુગ વિદ્યાલય મોરબી અંતર્ગત નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી. ડી. કાંજીયાની પ્રેરણાથી એક આગવી સૂઝ – બૂઝ સાથે અને કંઈક નવું કરવાના ઉત્કૃષ્ટ ભાવ સાથે જે પર્વની ગરિમાને હંમેશા આત્મસાત કરતી અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી ચેતના સાથેનો જે આયામ નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ તેમજ સમગ્ર સ્ટાફ અંતર્ગત એક રાખડી બાંધવાના વિશિષ્ટ આયોગ અને સુયોગ સાથે જે મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં તમામ પોલીસ કર્મીઓને રાખડી બાંધી ભાઈ બહેનના અતૂટ પ્રેમ બંધનને વધુ પ્રબળ બનાવતા સંસ્કૃતિને ઉજાગર કરી પર્વને સાર્થક કરતા નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ એક અનોખી રીત સાથે આગવી પ્રેરિત ભાવના સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી.

ત્યાર બાદ PI પંડ્યા તેમજ ASI ભટ્ટીએ વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયા પરના તમામ બનાવોથી વાકેફ કરી FIR થી માંડીને લોકઅપ ને લગતી રોચક માહિતી તેમજ સોશિયલ મીડિયા ક્રાઇમ અંતર્ગત લાઈવ માર્ગદર્શન લક્ષી વક્તવ્ય આપ્યું હતું અને અંતમા વિદ્યાર્થિનીઓને મીઠાઈ અને ચોકલેટ ખવડાવી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી