મચ્છુ જળ હોનારત દિન અન્વયે દર વર્ષની જેમ મૃતાત્માઓની શ્રદ્ધાંજલી માટે મોરબી ખાતે મૌન રેલી યોજાઇ

મૃતાત્માઓને ભાવાંજલી તેમજ તેમના પરીજનોને સાંત્વના પાઠવતા રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા

મોરબી નગરપાલિકા દ્વારા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની પ્રેરક ઉપસ્થિતિમાં મચ્છુ જળ હોનારત દિન અન્વયે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૧ ઓગસ્ટ ૧૮૭૯ના રોજ સર્જાયેલ ગોઝારા એ મચ્છુ જળ હોનારતના દિવસને મોરબીવાસીઓ કેમ ભૂલી શકે જે દુર્ઘટનામાં મોરબીવાસીઓએ પોતાના અનેક સ્વજનો ગુમાવ્યા છે. આ તમામ મૃતાત્માઓને ભાવાંજલી અર્પણ કરવા તેમજ તેમના પરિજનોને સાંત્વના આપવા માટે દર વર્ષે ૧૧ ઓગસ્ટના રોજ આ મૌન રેલીનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે આ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે તમામ મહાનુભાવો તેમજ મૃતાત્માઓના પરિજનો તેમજ નગરજનો મોરબી નગરપાલિકા કચેરીથી મૌનરેલી કાઢી મૃતાત્માઓના સ્મૃતી સ્તંભ મણીમંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં સર્વેએ તમામ દિવંગતોને પુષ્પમાળા ચડાવી ભાવાંજલિ અર્પણ કરી હતી.

આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખજયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, અગ્રણી ડૉ. જયંતીલાલ ભાડેસીયા, પ્રદીપભાઈ વાળા, દુર્લભજીભાઈ દેથરિયા, અરવિંદભાઈ વાંસદડિયા તેમજ મૃતાત્માઓના પરિજનો તેમજ મોરબીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.