રાષ્ટ્રીય ધ્વજ તિરંગાનું અપમાન થતું અટકાવવા જિલ્લા પોલીસ વડાને રજુઆત

મોરબી શહેર માં ભારત દેશના રાષ્ટ્રીય ધ્વજ તિરંગા ને ફ્લેગ કોર્ડ ના નિયમોનું ઉલ્લંઘન કરી મનફાવે ત્યાં લગાડવામાં આવે છે જેથી અમુક જાગૃત યુવાનો દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડા ને લેખિત રજુઆત કરી છે અને આ રજુઆતમાં જણાવ્યું છે કે સરકાર દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ આયોજિત કરેલ છે જે ખૂબ જ પ્રશ્સનીય છે જેના સ્વરૂપે જાહેરમાં તિરંગા લગાવવા માટે મોટા પ્રમાણમાં તિરંગા નું વેચાણ કરાય રહ્યું છે આ તિરંગા લઈ જનાર વ્યક્તિને તિરંગાના ફ્લેગ કોર્ડ કાયદા વિશે જરાપણ જ્ઞાન આપવામાં આવેલ નથી

આ અંગે જિલ્લા કલેકટરએ પણ જાહેરનામું બહાર પાડેલ છે પરંતુ આપણા રાષ્ટ્રીય તિરંગાની જાળવણી અને ફરકાવવાના નિયમોથી હજુ પણ લોકો અજાણ છે જેના કારણે ઘણી જગ્યાઓ પર અજાણતા તિરંગાનું અપમાન થઇ રહ્યું છે. જેથી એક ભારતીય નાગરિકો તરીકે આપને અમો વિનંતી કરીએ છીએ કે આપના અધીકાર હેઠળના તમામ પોલીસ સ્ટાફને સૂચન આપો કે જ્યાં પણ તિરંગાનું અપમાન થતું હોય તો તેને અટકાવે. અમારા ધ્યાનમાં આવેલ છે કે ઓટો રિક્ષાઓ તેમજ અન્ય વાહનો પર લગાડવા આવેલ તિરંગાઓ વાહનની સ્પીડને કારણે માત્ર 5 કલાક પહેલાજ ટૂટી જાય છે તેમ છતાં રીક્ષા વાળાઓ અને અન્ય વાહન ચાલકો તેજ સ્થિતિમાં રાખે છે જે ખરેખર તિરંગાનું અપમાન થયું ગણાય

તદ્ઉપરાંત શોપિંગ મોલમાં ગ્રીલોમાં બાંધવામાં આવે છે જ્યાં લોકોના પગ પસાર થતા હોય અથવા ઉપરનો માળ હોઈ તો લોકો પસાર થતા હોય છે જે પણ અપમાન જનક ગણાય જેથી આવી ઘટના ના બને તેના ભાગ રૂપે એક જિલ્લાના અધિકારી તરીકે આપ ધ્યાન પર લો એ અમારી એક દેશના નાગરિકો તરીકે માંગ છે.