મોરબીના ટીંબડી ગામે રામાનંદી સાધુ સમાજ દ્વારા રક્ષાબંધનના દિવસે તિરંગાને પ્રથમ મહત્વ આપી બાદમાં જનોઈ ધારણ કરી

દેશભક્તિ દેશપ્રેમ રામાનંદી સાધુ સમાજમાં છલકાયો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાને પ્રથમ સ્થાન આપીને પછી જનોઈ બદલીને ધારણ કરી

મોરબીના ખોબા જેવડા ટીંબડી ગામે રામાનંદી સાધુ સમાજમાં દેશપ્રેમ છલકાયો રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે જનોઈ બદલી નવી જનોઈ ધારણ કરવા એકત્રીત થયેલ સાધુ સમાજે પ્રથમ દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ૧૫મી ઓગસ્ટને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકારશ્રી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાના ભાગરૂપે ઠેરઠેર તિરંગા યાત્રા સહીતના કાર્યક્રમ યોજાઈ છે ત્યારે મોરબીના ટીંબડી ગામે રક્ષાબંધનના પાવન પર્વ નિમિતે રામાનંદી સાધુ સમાજના રીતરિવાજ મુજબ યુવાનો વડીલો જનોઈ બદલવા એકત્રીત થયા હતા

પરંતુ પ્રથમ દેશપ્રેમની ભાવના દેશભક્તિ સાથે તિરંગાને માનભેર મહત્વ આપીને દરેક સાધુએ તિરંગો ધારણ કરી દેશ અને રાષ્ટ્રપ્રેમ બતાવી સાધુ સમાજ અનોખી રીતે તરી આવ્યા હતા અને ત્યારબાદ જનોઈ બદલીને ધારણ કરી હતી અત્રે ઉલ્લેખનીય છેકે રામાનંદી સાધુ સમાજમાં દેશપ્રેમને લગતા વિચારો દેશભક્તિ ઉભરી આવતા અનોખી રીતે ડબલ ઉજવણી કરી હતી જેમા પ્રથમ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અંતર્ગત તિરંગાને સલામ કર્યા બાદ જનોઈ બદલાવી નવી જનોઈ ધારણ કરી હતી