મોરબી મહેન્દ્ર પરા વિસ્તારમાં વિકાસ શેરીએ શેરીએ ફરી વળતા વિકાસની બૂમો પાડનારા નેતાઓની પોલ ખુલ્લી!!!

મોરબી શહેરના માર્ગોમાં મોટાભાગે ખાડાધારી બને છે જેથી વાહન ચાલકોને તો હાલાકી નો ભોગ બનવું પડે છે પરંતુ ઘણા બધા વિસ્તારોમાં વર્ષોથી સમસ્યાની હાર માળા અટકવાનું નામ જ નથી લેતી તેમ મોરબીના મહેન્દ્ર પરા વિસ્તારમાં મચ્છુ મા ના મંદિર નજીક આવેલા આસ્વાદ પાન ની દુકાન ની આસપાસ ગંદા ગટરના પાણીના તલાવડા વહેતા થતા તંત્રની નિષ્ફળતા સામે આવી હોય તેમ તસવીરો તંત્ર ની ખોલ ખોલતી તસવીરો દ્રશ્યમાન થતી હોય તેવું હાલ ચિત્ર કહી રહ્યું છે

અવારનવાર તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરો સાફ-સફાઈ કરવામાં આવતી હોય છતાં ગટરના પાણી ભરાઈ જવા કે વરસાદના પાણીના નિકાલ નો અભાવ ના કારણે સ્થાનિક લોકો તોબા તોબા પુકારી ઊઠ્યા છે અત્યારે વિકાસની બૂમાબૂમ કરતા નેતાઓએ મહેન્દ્ર પરા વિસ્તારમાં રેલાયેલા ગંદા પાણીના તલાવડા વિકાસ લક્ષી કાર્ય માટે કલંકિત બન્યા હોય હાલ ની પરિસ્થિતિમાં તસવીરો કઈ રહી છે.