‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ યોજના હેઠળ ફાળવવામાં આવનાર સ્ટોલની અવધિ લંબાવવામાં આવી

રેલવે મંત્રાલય દ્વારા તાજેતરમાં મળેલી સૂચનાઓ અનુસાર, ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્કીમ’ હેઠળ સ્ટેશનો પર સ્થાનિક ઉત્પાદનોના વેચાણ માટે ફાળવવામાં આવેલા સ્ટોલની સમય મર્યાદા લંબાવવામાં આવી છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ હવેથી આ સ્ટોલ સક્ષમ અધિકારીની પરવાનગીથી રૂ. 2000/-ની નજીવી ટોકન રકમ સાથે 15 દિવસને બદલે વધુમાં વધુ 30 દિવસ માટે ફાળવી શકાશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ ડિવિઝનના રાજકોટ, ભક્તિનગર, સુરેન્દ્રનગર, જામનગર, વાંકાનેર, હાપા, દ્વારકા, ઓખા, મોરબી, થાન, ખંભાળિયા અને મીઠાપુર સ્ટેશનો પર સ્થાનિક ઉત્પાદનોના સ્ટોલ ખોલવા માટે સતત અરજીઓ મંગાવવામાં આવી રહી છે.