વોર્ડ નંબર-1 મા ગટરના પાણી ઘરમાં ઘૂસ્યા છેલ્લા ૧ વર્ષ થી સમસ્યા – રહીશો

વોર્ડ નંબર-1ના રહીશો ગટર અને પાણીની સમસ્યાથી ત્રસ્ત: આમ આદમી પાર્ટીના સહારે

હળવદ શહેરમાં વોર્ડ નંબર-1માં અવાર નવાર ગટર ઉભરાવાની સમસ્યા સામે આવી છે. ત્યારે આજે ફરી એકવાર ગટરના પાણી ઘરમાં ઘૂસતા મહિલાઓ રણચંડી બની હતી. અને બહાર નીકળી નગરપાલિકા સામે બંડ પોકાર્યો હતો. તો સાથે આ નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં વોર્ડ નંબર-1ની સમસ્યા દૂર નહીં કરાતા આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને રજૂઆત કરવામાં આવી હતી. જે અનુસંધાને સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રણનીતિ ઘડી આંદોલન કરવાની ચીમકી આપી હતી.

વોર્ડ નંબર-1 કુંભારપરા વિસ્તારના રહીશો એક નહીં અનેક સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. જેમાં ગટર, પાણી, સફાઇ, રોડ રસ્તા સહિત અનેક સુવિધાથી વંચિત હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જ્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગટરના પાણી ઘરમાં ઘૂસતા આ સમસ્યા દૂર કરવા માટે માંગ કરી હતી. જોકે અહીં કુંભારપરા વિસ્તારમાં ગટર ઉભરાવાની ઘણા સમયથી સમસ્યા છે અવાર નવાર આ બાબતે નગરપાલિકાને વોર્ડના સભ્યો તેમજ સ્થાનિકોએ આ સમસ્યાના નિવારણ માટે રજૂઆત કરી હતી. પરંતુ સમસ્યાનો અંત આવવાના બદલે બહારના પાણી ઘરમાં નીકળતા આજે મોટી સંખ્યામાં મહિલાઓ રસ્તા પર ઉતરી હતી. જેના સમસર્થનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ આવ્યા હતા. અને સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવવા માટે માંગ કરી હતી.

જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચંદુભાઇ મોરી, હિતેશભાઇ વરમોરા, વિપુલભાઇ રબારી સહિતના કાર્યકર્તાઓએ વોર્ડ નંબર-1ની મુલાકાત લઇ અને સમસ્યા જાણી હતી. અને જો યોગ્ય નીરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં રણનીતિ ઘડી અને આંદોલન કરવાની ચીમકી આપી હતી.