ઓપન મોરબી – ભારત જ્ઞાન પરીક્ષા યોજાશે

હર હંમેશ નવી પહેલ કરનાર મોરબીની નામાંકીત નીલકંઠ સ્કૂલ અને રાષ્ટ્રસેવા ને સમર્પિત ઇન્ડિયન લોયોનેશ ક્લબ ના સયુંકત ઉપક્રમે આઝાદી ના 75 માં વર્ષ નિમિતે વિદ્યાર્થીઓમાં ભારતની અસ્મિતા અને દેશ પ્રત્યે ગર્વ થાય તેવા ઉમદા હેતુથી ભારત જ્ઞાન પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધા માં મોરબી ની કોઈ પણ સ્કૂલમાં ધો. 5 થી 12 માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. સ્પર્ધા માં ભારત દેશ પર આધારિત 25 વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે જેના નિયત સમમર્યાદામાં જવાબ લખવાના રહેશે.

ધોરણ 5 થી 7, ધોરણ 8 અને 9, તેમજ ધોરણ 10, 11 અને 12 એમ ત્રણ ગ્રુપ પાડવામાં આવ્યા છે અને ત્રણેય ગૃપમાંથી 10-10 વિજેતા બાળકોને પુરસ્કાર સ્વરૂપે ભેટ આપી સન્માનિત કરવામાં આવશે.

પરીક્ષાની માહિતી…
વિષય: ભારત જ્ઞાન પરીક્ષા, સ્થળ: નીલકંઠ સ્કૂલ – મોરબી, સમય: સવારે 9 થી 10, 15મી ઓગષ્ટ, 2022

નોંધ: સ્પર્ધા માં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ સમયસર નીલકંઠ સ્કૂલ પર હાજર થઈ જવા વિનંતી.