પિંગલી વેંક્યય : “અનોખી”ની કલમે…

આજે આપણે સૌ તિરંગા સાથે ખૂબ જ જોડાયેલા છીએ. તિરંગો એ દેશની આણ બાણ અને શાન તો છે જ પણ હાલ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેરાત બાદ આપણે સૌ કંઈક વધુ પડતા જોડાયેલા લાગે છીએ. પણ શું તમે જાણો છો એ જાહેરાત કયા દિવસે કરવામાં આવી હતી એ આપણા તિરંગા પાછળ શું હેતુ અને તિરંગો અને એની રચના કોણે કરી ચાલો આજે હું તમને એ બતાવું જે ઓછા લોકો જાણે છે.

આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જેમને હર ઘર તિરંગાની જાહેરાત ૨-૮-૨૦૨૨નાં રોજ કરી. તમે જાણો છો એનું કારણ શું છે? ૨-૮ એ પિંગલી વેંક્યય ની જન્મ જયંતી છે. હવે આપણે પિંગલી વેંક્યયે વિશે જાણીએ કે પીંગલી વેંક્યય કોણ હતા.

પિંગલી વેંક્યયે કે જેમને આપણે બહુ ઓછા લોકો જાણીએ છીએ. એમનો જન્મ ૨-૮-૧૮૭૬માં આંધ્ર પ્રદેશના મછલી પટમ શહેરમાં તૈલુગુ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.પિંગલી વેંક્યય ના પિતા નું નામ હનુમંત રાયડુ અને માતાનું નામ વેંકટ રત્નમમાં હતું .પિંગલી વેંક્યય કેટલીય ભાષાઓ અને ખેતીનું સારું એવું જ્ઞાન ધરાવતા હતા. એમને દેશ સેવામાં વધુ સમય ફાળવ્યો હતો. પિંગલી વેંક્યય ત્યારનું મદ્રાસ અને આજના ચેન્નઈમાં શાળાની શિક્ષા પૂરી કરી હતી. પિંગલી વેંક્યય કોલેજનો અભ્યાસ કેમ્રેજ યુનિવર્સિટીમાં કર્યો હતો. પછી એમને રેલવેમાં ગાર્ડની નોકરી કરી. લખનઉ માં સરકારી કર્મચારી તરીકે નોકરી કરી હતી .તેવું ઉર્દુ અને જાપની ભાષા ભણવા લાહોરમાં એંગ્લોવૈદિક યુનિવર્સિટીમાં ભૂવિજ્ઞાન અને કૃષિ ક્ષેત્રે સિવાય અનેક ક્ષેત્રોમાં જ્ઞાન મેળવ્યું હતું.

પિંગલી વેંક્યયે ફક્ત ૧૯ વર્ષની વર્ષની ઉંમરમાં બ્રિટિશ આર્મીમાં સેના નાયક બની ગયા હતા .તેઓ સેનામાં હતા ત્યારે દક્ષિણ આફ્રિકામાં એંગ્લો બોય યુદ્ધમાં ગાંધીજી સાથે મુલાકાત થઈ અને તેઓ ગાંધીજી થી ખૂબ જ આકર્ષિત થયા અને પિંગલી વેંક્યયે હંમેશા માટે ભારતમાં પાછા આવી ગયા.

પિંગલી વેંક્યય ભારતમાં આવી ને સ્વાતંત્ર સંગ્રામનાં આગેવાન સેનાની બની ગયા. ભારત માટે સેવા કરનારી પિંગલી ઈચ્છતા કે ભારતનો રાષ્ટ્રધ્વજ હોવો જોઈએ. ભારતની એક ઓળખાણ હોવી જોઈએ .એટલે પિંગલી વેંક્યયે ગાંધીજી સામે રાષ્ટ્રધ્વજ બનાવવાની વાત મૂકી. અને ગાંધીજીએ પણ આ વાત સ્વીકારી અને તેમણે રાષ્ટ્રધ્વજ બનાવવાની જવાબદારી પિંગલી વેંક્યય ને ઈ.સ.1816 થી ઈ.સ.૧૯૨૧ સુધી દુનિયાના બધા જ રાષ્ટ્રીય ધ્વજનું અધ્યયન કરી તેના વિશે સચોટ જાણકારી મેળવી.

વિજયવાળામાં કોંગ્રેસના અધિવેશનમાં પિંગલીએ મહાત્મા ગાંધીને લાલ અને લીલા રંગ વાળા ઝંડાની ડિઝાઇન બતાઈ ત્યારે ગાંધીજીએ શાંતિનાં પ્રતિક સફેદ રંગને જોડ્યો ઈ.સ.૧૯૩૧માં તિરંગાને અપનાવવાનો પ્રસ્તાવ પાસ કર્યો. લાલ રંગની જગ્યાએ કેસરી રંગ જોડ્યો. પછી સફેદ પટ્ટામાં ચરખો રખાયો. જુલાઈ ઈ.સ.૧૯૪૭ સંવિધાન સભામાં પિંગાલી વેંક્યય નાં તિરંગાને જ રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્થાન અપાયું. પછી ત્યાર બાદ થોડા સમય પછી ઝંડામાં સફેદ પટ્ટામાં ચારખાની જગ્યા પર અશોકચક્ર મુકાયું.

ઈ.સ.૧૯૬૩માં વિજયવાળાની ઝૂંપડીમાં જ તે મૃત્યું પામ્યા પિંગલી વેંક્યય જેને આપણને રાષ્ટ્રઘ્વજ આપ્યો એમને આજે આપણે ભૂલી ગયાં છીએ. અને કોઈ એમને કોઈ જાણતું પણ નથી.ત્યારે ઈ. સ.૨૦૦૯ માં પિંગલી વેંક્યયને સમ્માન દેવા ભારતીય ટપાલ વિભાગ એમનાં નામ પરથી ટપાલ ટીકીટ જાહેર કરી ત્યારે થોડા લોકો એમને ઓળખતા થયા. ઈ.સ.૨૦૧૪માં ઓલ ઈન્ડિયા રેડયોના વિજયવાળા સ્ટેશનનું નામ એમનાં નામ પરથી રખાયું ગયા વર્ષે આંધ્રપ્રદેશનાં સી. એમ. જગન્ના મોહન રેડી એ ભારત રત્ન માટે એમનાં નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

પિંગલી વેંક્યય જેમને આપણાં દેશની આણ બાણ અને શાન તે આપી. એવા મહાન પુરુષને પણ આપણે જાણતા નથી હજુ. અને જે રાષ્ટ્રધ્વજ આપણા દેશનું ગૌરવ છે એનું પણ આપણે લોકો જે સન્માન આપવું જોઈએ એ આપતા નથી. એટલે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર તિરંગા ની જાહેરાત પિંગલી વેંક્યય ની જન્મ જયંતીના દિવસે કરી.પિંગલી વેંક્યય ને સન્માન અપાવ્યું.અને ત્રણ દિવસ રાત તિરંગો લહેરાવવાની જાહેરાત કરી તિરંગા નું ગૌરવ જળવાઈ રહે અને આપણા સૌ દેશવાસીના હૃદયમાં પણ એ તિરંગા ની જગ્યા હોવી જોઈએ એ આપણને સૌને માનવીની વડાપ્રધાને યાદ દેવડાવ્યું.

આણ બાણ શાન છે મારી તું તિરંગા
છેલ્લો શ્વાસ પણ તારા નામે કરુ તિરંગા.
એક દિવસ ધૂળમાં મળી જઈશ હું તિરંગા
ગગન ચુંબી તું રહે એ જ ઈચ્છું છું તિરંગા.

આમ માં ભારતી ના ચરણમાં વંદન સહ પ્રાર્થના કે રાષ્ટ્રધ્વજ તિરંગો હંમેશા અમર રહે .અને તેની અખંડતા જળવાઈ રહે .અને તિરંગા ને આપણા સુધી પહોંચાડનાર એવા પિંગલી વેંક્યય આપણા દેશવાસીઓની યાદોમાં અમર રહે.

અનોખી ( નિલમ ચૌહાણ )