વાંકાનેર માર્કેટયાર્ડ જીરા,ધાણા,રાય,ચણા,મેથીની મબલખ આવક વાંકાનેર માર્કેટયાર્ડમાં રોજ જણસીની ઉતરાઈ,રોજ તોલાઈ, ૨ોજ વેચાણ
હાલ જીરા,ધાણા,રાય,ચણા,મેથી ની સીઝન ચાલુ છે. વાંકાનેર માર્કેટયાર્ડમાં જીરા,ધાણા,રાય,ચણા,મેથી ની મબલખ આવક શરુ થયેલ છે.ચાલુ વર્ષે દરેક જણસીના ખેડૂતોને સારા ભાવ મળી રહયા છે.
વાંકાનેર માર્કેટયાર્ડમાં દરેક જણસીની જે આવક થાય છે તેની રોજ ઉતરાઈ, રોજ વેચાણ, રોજ તોલાઈ અને તેજ દિવસે તેમનુ જણસીનુ બીલ મળી જતુ હોઈ છે. કોઈ પણ ખેડૂતનો માલ પેન્ડીંગ રહેતો નથી. વાંકાનેર માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતોને તેજ દિવસે પેમેન્ટની સુવીધા દલાલભાઈઓ દવારા પુરી પાડવામાં આવે છે. માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે રાત્રે સુવા માટે ખેડૂત રેસ્ટ હાઉસ પણ આવેલ છે. ગત વર્ષ માર્કેટયાર્ડની આવકમાં વધારો થયેલ છે. ચાલુ વર્ષે પણ જણસીની આવક વધુ થતા માર્કેટયાર્ડની આવકમાં વધારો થશે એવી અપેક્ષા છે. ખેડૂતોએ પોતાની જણસીના ઉંચા ભાવ મળી રહે તે માટે હંમેશા વાંકાનેર માર્કેટયાર્ડમાં પોતાનો માલ વેચવા માટે લાવવા માર્કેટયાર્ડના ચેરેમેન શકીલ પીરઝાદાએ અપીલ કરી છે.