Special : મોરબી બે વર્ષમાં નશીલા પદાર્થોની હેરાફેરીમાં ૬૦૧૮ ઇસમોની ધરપકડ

મોરબી જિલ્લામાં ૨૦૨૧ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં નશીલા પદાર્થોની હેરાફેરીમાં ૬૦૧૮ ઇસમોની ધરપકડ;૩૨ ઈસમો હજુ પણ પોલીસની ગિરફત બહાર.

મોરબી:આપણું ગુજરાત “ગાંધી”ના ગુજરાત તરીકે જાણીતું છે. ગુજરાતમાં દારૂબંધી નો કાયદો પણ અમલમાં છે.પરંતુ જરાક આ કાયદાનો ડર બુટલેગરો નથી.મોરબી જિલ્લામાં છાશવારે દારૂની હેરાફેરી કરતા ઈસમો પકડાઈ છે ને ફરી જામીન પર છૂટી એ જ ધંધામાં પાછા લાગી જતા હોય છે. મોરબી જિલ્લામાં નશીલા પદાર્થની હેરાફેરી કરવી એ એક સામાન્ય બાબત બની ગઈ છે.ત્યારે ગુજરાત વિધાનસભાની મૅજ પર ડૉ. સી.જે.ચાવડા દ્વારા ગુજરાતના ગૃહમંત્રી ને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે મોરબી જિલ્લામાં ૩૧/૦૩/૨૦૨૧ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર મોરબી જિલ્લામાંથી વિદેશી દારૂ,દેશી દારૂ,બિયર,અને નશીલા પદાર્થોનો કેટલી કિંમતનો જથ્થો પકડાયો હતો.તેમજ ઉક્ત પલડાયેલા જથ્થા અન્વયે ઉક્ત જિલ્લામાં કેટલા ઇસમોની ધરપકડ કરવામાં આવી તેમજ કેટલા ઇસમોની ધરપકડ બાકી છે. જેના જવાબમાં મોરબી જિલ્લા ૬૦૧૮ ઇસમોની ધરપકડ કરાઈ ચુકી છે જ્યારે ૩૨ ઈસમો હજુ પણ પોલીસની ગિરફતથી દૂર છે.

તેમજ મોરબી જિલ્લામાં વિદેશી દારૂ બોટલ ૪૩,૯૬૪ જેની કિંમત રૂ.૧,૫૦,૭૬,૫૭૫ રૂપિયા જેટલી થાય છે. જ્યારે દેશી દારૂ જથ્થો ૨૨,૦૪૨ લીટર કિંમત રૂ.૪,૪૦,૮૪૦ રૂપિયા જેવી માતબર રકમનો જથ્થો પકડાયો હતો.બિયર નંગ ૧,૩૩૮ રૂ.૮૧,૪૨૦ જ્યારે અફીણ જથ્થો ૨૨૫.૫૭ કિલો રૂ.૧૮,૦૪,૫૬૦ રૂપિયા તેમજ ગાંજો જથ્થો ૫,૭૧૯ કિલોગ્રામ રૂ.૫૭,૧૯૦. વર્ષ ૦૧-૦૧-૨૦૨૦ થી ૦૧-૧૨-૨૦૨૦ સુધીની માહિતી આપી હતી જ્યારે ૦૧-૦૧-૨૦૨૧ થી ૦૧-૧૨-૨૦૨૧ માં વિદેશી દારૂ બોટલ નંગ ૬૭,૭૭૬ કિંમત રૂ.૨,૪૦,૧૬,૪૩૨ રૂપિયા,દેશી દારૂ જથ્થો ૩૧,૯૨૧ લીટર કિંમત રૂ.૬.૩૮,૪૨૦.બિયર બોટલ ૨,૬૯૫ કિંમત રૂ ૨,૬૯,૭૦૦.જ્યારે અફીણ ૩૧૦ ગ્રામ કિંમત રૂ.૩૧૦૦૦ તેમજ ગાંજો ૪૬૦ ગ્રામ કિં. રૂ.૪૬૦૦ તેમજ ચરસ ૮૮૦ ગ્રામ કિં.૧,૩૨,૦૦૦ રૂપિયાનું ઝડપાયું હતું.

વિધાનસભા ના મૅજ પરના આંકડાકીય માહિતી જોતા લાગી રહ્યું છે કે મોરબી જિલ્લામાં બુટલેગરોનો ધંધો રોજબરોજ જામી રહ્યો છે. વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ ના આંકડાકીય માહિતીમાં પોલીસની કામગીરી પણ ખૂબ સારી રહી છે પરંતુ મોરબી જિલ્લામાં બુટલેગરો ને પોલીસનો કોઈ ખૌફ નથી એ પણ સાબિત થઈ રહ્યું છે.