“આપ” દ્વારા વાંકાનેર વિધાનસભા સીટના ઉમેદવાર જાહેર કરાયા

આમ આદમી પાર્ટીએ વિધાનસભા સીટના 9 ઉમેદવારો જાહેર કર્યા જેમાં વાંકાનેર વિધાનસભા સીટ ઉમદેવાર તરીકે વિક્રમભાઈ સોરાણીનું જાહેર કરવામાં આવ્યું

વિક્રમભાઈ સોરાણી સામાન્ય પરીવાર માંથી આવે છે વિક્રમભાઈ નાની ઉંમર થી સામાજી સેવા કરતાં આવ્યા સે
તેમને ગુજરાત અને સૌરાષ્ટ્ર માં થતા તમામ સમૂહ લગન માં સોના નું દાન આપેલ છે તેમના દ્વારા અનેક સેવાકીય કામ કરેલ છે ગયા વર્ષે વિક્રમભાઈ દ્વારા 555 સર્વ જ્ઞાતિ દીકરી ના સમૂહ લગન કર્યાં હતા

અનેક બ્લડ ડોનેટ કૅમ તેમજ ફ્રી નિદાન કૅમ તથા વિધાર્થી સન્માન સમહારો તથા પુસ્તક વિતરણ તથા રોડ પર સુતેલા નોધારા માણસો ને ઠંડી ના વાતાવરણ માં ધાબળાં વિતરણ કરેલ અને નાસ્તા અને મીઠાઈ વિતરણ કરેલ અને કોરોના કાળ દરમિયાન શાકભાજી તેમજ અનાજ કીટ વિતરણ કરેલ

વિક્રમભાઈ સોરાણી માત્ર 26 વર્ષ ની ઉંમરે ગુજરાત રાજ્ય ના કોળી સમાજ ના પ્રમુખ બન્યા હતા ત્યાર બાદ ફરી થી તેમને 2022 માં બિનહરીફ કોળી સમાજ ના ગુજરાત રાજ્ય ના પ્રમુખ બનાવ્યા છે અને હાલમાં તે કોળી સમાજના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે હાલ ફરી એકવાર પાછા 22-01-2023 ના રોજ ન્યુ એરપોર્ટ હીરાસર પાસે 555 સર્વ જ્ઞાતિ દીકરી ના સમૂહ લગ્ન નું આયોજન કરેલ છે