મોરબીના સનાળા પાસે રાજપૂત સમાજની વાડીએ યોજાયેલ જન્માષ્ટમી લોકમેળામાં અનેક રાઇડનો આનંદ લુંટતા લોકો

મોરબીના સનાળા પાસે રાજપૂત સમાજની વાડીએ યોજાયેલ જન્માષ્ટમી લોકમેળામાં અનેક રાઇડનો આનંદ લુંટતા લોકો

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ રાજપર ચોકડી નજીક રાજપૂત સમાજની વાડી ખાતે હાલમાં જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં અવનવી નાની મોટી રાઇડો પણ મુકવામાં આવી છે જેથી કરીને લોકોને મેળાની મજા માણવાની સાથે જુદી જુદી રાઈડમાં બેસવાની પણ ત્યાં મજા આવશે જેથી કરીને આગામી તા. ૨૧ સુધી આ મેળો ચાલુ રહેવાનો હોય મોરબીવાસીઓને તેનો લાભ લેવા માટે આયોજકો દ્વારાપીલ કરાઈ છે

મોરબી શહેરમાં આ વખતે નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું નથી જોકે ખાનગી ચાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકીનો એક મેળો મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ રાજપર ચોકડી નજીક રાજપૂત સમાજની વાડી ખાતે ચાલુ છે અને આ મેળીને મોરબીના સનાળા ગામે આવેલ શક્તિ માતાજી મંદિરના પૂજારીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો

આ મેળાની અંદર નાની મોટી અવનવી રાઇડો તેમજ જોઈન્ટ વ્હિલ, નાવડી, ડ્રેગન ટ્રેન, એરોપ્લેન તેમજ બાળકો માટે અવનવી ચકરડી, જમ્પિંગ, જંગલ બોન્સી તેમજ જાદુના પ્રોગ્રામ આ જન્માષ્ટમી મેળામાં લોકોના મનોરંજન માટે રાખવામાં આવેલ છે ત્યારે મેળાના આયોજક નરેશભાઈ કારીયા અને તેઓની ટીમ દ્વારા મોરબીવાસીઓના મનોરંજન માટે ખુલ્લા મુકવામાં આવેલ આ મેળાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે અને વધુમાં તેઓ જણાવ્યુ છે કે, આ મેળો તા. ૨૧ સુધી ચાલુ રહેવાનો છે જેથી આ મેળામાં લોકો મનભરીને મનોરંજન માણી શકશે