સાવલી તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરાવતા બ્રિજેશભાઈ મેરજા

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતમાં લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન

ગુજરાત સરકારમાં જ્યારથી બ્રિજેશભાઈ મેરજાએ પંચાયત મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો ત્યારથી પંચાયત વિભાગના વિકાસના અનેક કામોના ખાતમુહૂર્ત કર્યા છે અનેક કામોના લોકાર્પણ કર્યા છે,જેમ કે 310 ગ્રામ પંચાયતનું વિભાજન,13600 ભરતી પ્રક્રિયા,કરેલ છે અને હાલ 2700 નવા ગ્રામ પંચાયત ભવન નિર્માણનું બાંધકામ ચાલુ છે.14000 ગ્રામ પંચાયતમાં ઈ ગ્રામ વિશ્વ ગ્રામ સવલત,1200 જેટલી સમરસ ગ્રામ પંચાયત. સાથે અનેક વિકાસના કાર્યક્રમો કર્યા છે

જેમાં ખાસ કરીને સમગ્ર તાલુકાના વિકાસની જવાબદારી જેમના શિરે છે એવા તાલુકા વિકાસ અધિકારીઓની સૌ પ્રથમ વખત ગુજરાતના તમામ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીઓની નિમણુંક કરીને, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓને મજબૂત કરવાનું મહત્વનું કામ તેમજ ગુજરાત ભરમાં અનેક નવી અલગ ગ્રામ પંચાયતોનો દરરજો આપવાનું કાર્ય તેમજ અનેક નવા પંચાયત ભવનોના નિર્માણના કામો કર્યા છે,એ અન્વયે વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પંચાયતના નવા ભવનનુ કામ 2 કરોડ 47 લાખના ખર્ચે નવનિર્મિત ભવનનું લોકાર્પણ,સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, સાંસદ રંજન ભટ્ટ,ધારા સભ્ય કેતનભાઈ ઇનામદાર જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ વિગેરેની ઉપસ્થિતિમાં પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા એ કરાવ્યું હતું.