મોરબી માં જીવદયા કર્તવ્ય ગ્રુપના સેવાધારરી યુવાન નું સન્માન કરી સેવા ને બિરદાવી

લમ્પી વાયરસ માં પશુઓ ની રાત દિવસ સેવા કરનાર

ગુજરાત માં કોરોના જેવી મહામારી ની જેમ પશુઓ માં તાજેતર માં લમ્પી વાયરસ એ કાળો કહેર વર્તાવ્યો હતો માલધારી લોકોની આજીવિકા સમા પશુઓ (ગાયો) મોત ના મુખ હોમાય ગઈ આવો જ કહેર મોરબી માં લંમ્પી વાયરસ માં પશુઓ ના મોત થઈ રહ્યા હતા ત્યારે મોરબી ની જીવદયા કર્તવ્ય ગ્રૂપ ના સેવાધારી યુવાન રાકેશ જયંતીભાઈ મકવાણા એ જીવ નું જોખમ ખેડી રાત દિવસ લંમ્પી વાયરસ માં પશુઓ ગાયો ને બચાવવા મહેનત કરી હતી.

ત્યારે તેની આ સેવા ને બિરદાવવા મોરબી ના મોચી શેરી માં મોચી ચોક જન્માષ્ટમી મહોત્સવ ની ઉજવણી માં રાકેશભાઈ નું શ્રી શિવ શક્તિ સેવા સંગઠન ના પ્રમુખ અમૂલભાઈ ચાવડા સહિત સંગઠન ના કાર્યકરો તેમજ મિત્રો એ લંપી વાયરસ માં સેવાકીય કામગીરી કરવા બદલ સાલ ઓઢાડી ને સન્માન કરી ને તેની સેવા ને બિરદાવી હતી.રાકેશભાઈ મકવાણા એ મોરબી ની ભરવાડ શેરી (મોચી ચોક પાસે) સહિત વિસ્તારની ગાયો (પશુઓ) ની લંપી વાયરસ માં સેવા કરી બચાવી ને જીવદયા પ્રેમી નો ધર્મ ને ફરજ બજાવી હતી.