મોરબી ખાતે વિવિધ વિકાસકામોના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે ખાતમુહૂર્ત કરાયા

શહેરી વિસ્તારમાં માળખાકીય સુવિધા ઉપલબ્ધ બને તે દિશામાં રાજય સરકાર કાર્ય કરી રહી છે-પંચાયત રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા

મોરબી ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ ઉમિયા સર્કલથી બજરંગ સર્કલ સુધીના રૂ.૬૫૬.૯૦ લાખના આર.સી.સી. રોડ, લાતીપ્લોટમાં વરસાદી પાણીના નિકાલ માટે રૂ.૪૫૩.૬૩ લાખના પાઇપડ્રેઇન નાખવાનું કામ તેમજ લાતીપ્લોટમાં રૂ.૧૫૨૩.૯૬ લાખના સી.સી. રોડ બનાવવાના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતાં.

આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે શહેરીજનોને વિજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય, રસ્તા જેવી પ્રાથમિક સવલતો સરળતાથી મળી રહે અને શહેરનો સમતોલ વિકાસ થાય તે દિશામાં રાજય સરકાર કાર્ય કરી રહી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાં આંતર માળખાકીય સુવિધા મળવાને લીધે નગરજનોની સુવિધામાં ઉમેરો થશે. નવા બનનાર રસ્તાના કામો ટકાઉ અને મજબુત બને તે બાબતે કોઇપણ પ્રકારની કચાસ ચલાવી નહીં લેવાય તેમ વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભા દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, અગ્રણી સર્વ સુરેશભાઇ દેસાઇ, દેવાભાઇ અવાડીયા, નિશીથભાઇ, ભાવેશભાઇ કણઝારીયા, જયુભા જાડેજા, રણછોડભાઇ દલવાડી, બાબુભાઇ હુંબલ, અનિલભાઇ મહેતા, નુતનબેન વિડજા, રાઘવજીભાઇ ગડારા, શશાંગભાઇ દંગી, નગરપાલિકાના સદસ્યઓ, નગરપાલીકાના ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલા, પદાધિકારી- અધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહયા હતાં.