મોરબીમાં કોઈપણની દાદાગીરી કે લૂખાગીરી ન ચલાવી લેવા પોલિસને સૂચના આપતા બ્રિજેશ મેરજા

મોરબી તાલુકાનાં પીપળી રોડ અને જેતપર મચ્છુમાં તાજેતરમાં જે ઘટના બની છે તે અન્વયે જિલ્લા પોલિસ વડા રાહુલ ત્રિપાઠીને મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશ મેરજાએ ખાસ તાકીદ કરીને સૂચના આપી છે કે કોઈપણ સંજોગોમાં મોરબીમાં કોઈપણ ચમરબંધીની લૂખાગીરી કે દાદાગીરી નહીં ચલાવી લેવાય.

હાલ જ્યારે સિરામિક ઉધ્યોગકારોએ ઓધ્યોગિક એકમોનું સ્વેચ્છીક શટ ડાઉન કરેલ છે ત્યારે આ બંધ કે ચાલુ કારખાનાઓમાં પણ પૂરી સુરક્ષા જળવાઈ રહે અને સામાન્ય નાગરિકથી માંડીને ઉધ્યોગકારોની પણ પૂરી સલામતી બની રહે તે જોવા પોલિસ સતત ખડે પગે રહે તેવું પણ બ્રિજેશ મેરજાએ પોલિસને જણાવ્યુ છે. આમ, મોરબી જીલ્લામાંક્યાંય પણ કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃતિઓ કે બદીઓ નેસ્ત નાબૂદ કરવામાં આવે તે માટે બ્રિજેશ મેરજા સતત પોલિસ તંત્રને તાકીદ કરી રહ્યા છે.