મોરબી : “સિદ્ધિવિનાયક કા રાજા” ગણપતિ મહોત્સવનો આજથી ભવ્ય પ્રારંભ

સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું સતત ૧૪ માં વર્ષે પણ ભવ્ય અને જાજરમાન આયોજન.

મુંબઈ લાલબાગ ના પ્રખ્યાત મૂર્તિકારો દ્વારા દાદાની ભવ્ય મૂર્તિને આપવામાં આવ્યો આકાર.

સમગ્ર ગુજરાતભરમાં સુપ્રસિદ્ધ બનેલ “શ્રદ્ધા અને ભક્તિનું અનેરૂ ધામ” સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવનો આજથી મંગલ પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે તમામ ભક્તજનોને ગણપતિ દાદાના ભવ્ય અને વિશાળ સ્વરૂપના દર્શનનો લાભ ૩૧મીથી મળશે.

૨૦૦૯ થી શરૂ કરી આજ ૧૩ વર્ષ બાદ મોરબીવાસીઓ તેમજ તમામ ભક્તજનોના સાથ સહકારથી શ્રી ગણેશ મંડપ સર્વિસ ના માલિક અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ બારૈયા, રાજેશભાઈ બારૈયા તેમજ ઓમ બારૈયા અને શ્રી ગણેશ ઉત્સવ સમિતિ ના ૫૦ કેટલા સભ્યો દ્વારા ૧૪માં વર્ષે પણ ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ રામોજી ફાર્મ પાસે સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે દાદાના પંડાલમાં મુંબઈના લાલબાગના મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવેલ દાદાના વિશાળ સ્વરૂપના દર્શનનો લાભ મળશે.

“સિદ્ધિવિનાયક કા રાજા” ગણેશ ઉત્સવના આયોજક અરવિંદભાઈ એ જણાવ્યું હતું કે, કોરોનાના કપરા સમયમાંથી વિઘ્નહર્તા સિદ્ધિવિનાયક એ આપણને બહાર કાઢ્યા હોઈ, ત્યારે કોરોનાકાળ બાદ સરકારની મંજૂરી મળ્યા બાદ ગણેશ ઉત્સવ સમિતિના સહકારથી ૨૦૨૨માં ગણપતિ મહારાજના ભવ્ય પંડાલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વર્ષની દાદાની ભવ્ય મૂર્તિ ભક્તજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

ઉપરાંત દરરોજ સાંજે ૭:૩૦ કલાકે દાદાની ભવ્ય આરતીનો લાભ શ્રદ્ધાળુઓને મળશે. ઉપરાંત રાત્રે ૧૦ વાગ્યે દાદાની દ્વિતીય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી શ્રદ્ધાળુઓ દાદાની આરતીનો લાભ લઈ સકે. ત્યારે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા “સિદ્ધિવિનાયક કા રાજા” ગણેશ ઉત્સવના પંડાલમાં દાદાના વિશાળ અને ભવ્ય સ્વરૂપના દર્શન કરવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.