મોરબી તાલુકાના કલા મહાકુંભની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી બાળા

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ – ગાંધીનગર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ- ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી તાલુકા કક્ષા ના યુવા કલા મહાકુંભ-2022 નું આયોજન આજ રોજ પી.જી પટેલ કોલેજ મોરબી ખાતે થયેલ.

જેમાં વકતૃત્વ સ્પર્ધા માં વિભાગ – અ માં મારો દેશ …મારો ગૌરવ વિષય પર વકતૃત્વ સ્પર્ધા માં મોરબી તાલુકાની ઘણી બધી શાળાના સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. જેમાં માધાપર કન્યા શાળા માં ધોરણ – 6 માં અભ્યાસ કરતી હેન્સી દિલીપભાઈ પરમારે પોતાનું વક્તવ્ય આપી અને મોરબી તાલુકા કક્ષાના યુવા કલામહાકુંભમાં વિભાગ – અ (૬ થી ૧૪ વર્ષ)માં પ્રથમ નંબર મેળવીને માધાપર કન્યા શાળાનું ગૌરવ વધારેલ અને હવે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનધિત્વ કરશે.