મોરબી જિલ્લામાં નવરાત્રી રાસ-ગરબા હરિફાઈનું આયોજન કરાશે

સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ ૧૨ સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ  ખાતે જમા કરાવી દેવા

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા નવરાત્રી રાસ – ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનારની વય ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ રાખી શકાશે. અને સાથે સંગીતકાર ૪ (ચાર) રાખી શકશે.

ઈચ્છુક  ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી તા.૧૨-૦૯-૨૦૨૨ સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રુમ નં.૨૩૬/૨૫૭, ૨જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ,મોરબી-૨ (૩૬૩૬૪૨) ખાતે જમાં કરવાના રહેશે. તા.૧૨/૦૯/૨૦૨૨ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.