આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી, સંઘર્ષના સાથી, નીડર-લડાયક-ક્રાંતિકારી મનોજ સોરઠીયા પર ભાજપનાં ગુંડાઓ દ્વારા થયેલ જીવલેણ હુમલામાં મનોજભાઈને માથામાં ગંભીર ઈજા થઈ છે, તેમને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની ખબર-અંતર સંજયભાઈ ભટાસણા ગયેલ.
ભાજપનાં ગુંડાઓનાં આ હુમલા બાદ પણ મનોજભાઈનો જુસ્સો ડબલ છે. મનોજભાઈ એ એમની ખબર પૂછવા આવનાર દરેક કાર્યકર્તાઓને અપીલ કરી કે હું પૂરી નિષ્ઠાથી લોકોની સુખાકારી અને સેવા માટે સંઘર્ષ કરી રહ્યો છું એટલે ઇશ્વર અને આપ સૌના આશીર્વાદ મારી સાથે છે મને કંઈ નહિ થાય પણ આ ભાજપની તાનાશાહી, ગુંડાગર્દીનો આવનાર વિધાનસભામાં મત દ્વારા જનતા જવાબ આપે એ માટે દરેક કાર્યકર્તા રાત દિવસ ગ્રાઉન્ડ ઉપર ઉતરીને ડબલ તાકાતથી મહેનત કરવામાં લાગી જાઓ.
મનોજભાઈનો આ જુસ્સો અને ઝનૂન જોઈને એવું લાગ્યું કે જાણે આઝાદી પહેલા અંગ્રેજો સામે લડનાર કોઈ ક્રાંતિકારી ફરી જીવંત થઈ ગયા.