રાજકોટ વાળી હવે મોરબીમાં પણ પ્લોટ દબાવ્યાની અરજી

હળવદ સુરેન્દ્રનગર બેઠકના ધારાસભ્ય પરસોતમ સાબરીયાના પત્નીએ મોરબીમાં આવેલા ત્રાજપર ગ્રામપંચાયત વિસ્તારમાં સરકાર દ્વારા ફાળવામાં આવેલ પ્લોટ પર દબાણ કરી પ્લોટ દબાવ્યો હોવાની લેખિત અરજી જિલ્લા કલેક્ટરને કરતા મોરબીમાં ખળભળાટ મચી ગયો છે

મોરબી તાલુકામાં આવેલ ત્રાજપર ગ્રામ પંચાતયમાં સરપંચ તરીકે જસુબેન પરસોતમભાઈ સાબરીયા ચૂંટાયેલા તે દરમિયાન  હનુભા લક્ષમણભાઈને  તથા રઘુભાઇ મેરૂભાઈ ,બાઘુભાઈ મેરૂભાઈને સરકાર દ્વારા ઘરથાળાના પ્લોટની મિલકત ફાળવામાં આવી હતી પરંતુ જે પ્લોટની મિલકત પર પૂર્વ સરપંચ જસુબેન પરસોતમભાઈ સાબરીયાએ  જાહેર રસ્તો બનાવીને પ્લોટ પચાવી પાડવામાં આવ્યો હોવાની ફરિયાદીએ અનેકવાર અનેક પુરાવાઓ સાથે ફરિયાદો કરતા કોઈ નિવારણન આવતા ફરિયાદી હનુભા લક્ષમણભાઈ તથા રઘુભાઇ મેરૂભાઈ ,બાઘુભાઈ મેરૂભાઈએ થાકીને અંતે મોરબી જિલ્લા કલેક્ટરને સરકાર દ્વારા આપવામાં આવેલ પ્લોટ પર જાહેર રસ્તો કાઢીને પ્લોટ પચાવી પડ્યાની લેખિત અરજી કરતા ચકચાર મચી છે