મોરબી : શિક્ષકો અને અન્ય કર્મચારીઓની મહારેલી યોજાઈ

નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત રાજ્યના આહવાન અન્વયે મોરબીના લાલબાગથી કલેકટર કચેરી સુધી વિશાળ રેલી નિકળી

મોરબી જિલ્લાના તમામ વિભાગના કર્મચારીઓની રજુઆત અને માંગણી અન્વયે
જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારી કર્મચારીઓનો સંયુક્ત મોરચો નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન ગુજરાત રાજ્યના અહવાનને ધ્યાનમાં રાખી ખુબજ બહોળી સંખ્યામાં પ્રાથમિક, ઉચ્ચત્તર પ્રાથમિક, માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકો, HTAT મુખ્ય શિક્ષકો,તેમજ સરકારના તમામ ખાતાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની માંગણી અને લાગણી છે કે વર્ષ 2000 પછી નોકરીમાં દાખલ થયેલા કર્મચારીઓને નવી પેન્શન યોજના લાગુ કરવાથી ખુબજ આર્થિક નુકશાન ભોગવવું પડે છે, સરકારી કર્મચારીઓ ત્રીસ પાંત્રીસ વર્ષ સુધી સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવી સેવા નિવૃત થાય છે

ત્યારબાદ એમના બુઢાપાના સહારા રૂપ જૂની પેંશન યોજના બંધ કરી દીધી હોય આ મોંઘવારીના યુગમાં નિવૃત કર્મચારીઓને જીવન વિતાવવું દોહ્યલું બની જતું હોય, તેમજ નવી પેન્શન યોજનામાં શરૂઆતમાં સી.પી.એફ. એકાઉન્ટ ખોલવાની પ્રક્રિયા ખુબજ જટિલ હોય એકાઉન્ટ ખુલવામાં પણ ખુબજ સમય લાગે છે, વળી જ્યારે કર્મચારી નિવૃત થાય છે ત્યારે એમના કપાતના હકના નાણાં મેળવવામાં પણ ખુબજ મુશ્કેલીઓ પડે છે,આજના કર્મચારીઓ શરૂઆતમાં પાંચ પાંચ વર્ષ સુધી ફિક્સ પગારમાં ફરજ બજાવતો હોય નિવૃત્તિ પછી એ સમાજમાં સ્વમાનભેર જિંદગી જીવી શકે એ માટે જૂની પેન્શન યોજના OPS પુન:સ્થાપિત કરવાની અને જૂની પેન્શન યોજના મુજબ માસિક પેન્શન લાગુ કરવા માટેની તમામ કર્મચારીઓની લાગણી અને માંગણી તેમજ સાતમા પગાર પંચ મુજબના ભથ્થા તેમજ HTAT મુખ્ય શિક્ષકોના વિવિધ પ્રશ્નો ખાતામાં દાખલ તારીખ,જન્મ તારીખ અને નિમણુંક તારીખના આધારે સિનિયોરિટી ગણવી *HTAT મુખ્ય શિક્ષક પસંદગી કેમ્પમાં યોગ્ય સ્થળ ન મળતા પસંદગીમાં અસંમતી દર્શાવેલ છે

એમના ઉ.પ.ધો. મંજુર કરાવવા અજમાયસી ગાળો પૂર્ણ થઈ ગયો હોય નિયમિત કાયમી હુકમ કરાવવો, ઓવર સેટ અપ થયેલ મુખ્ય શિક્ષકોને માતૃ શાળા આપવી, વિદ્યાર્થીઓની સંખ્યાનો રેશિયો ઘટાડી મુખ્ય શિક્ષકોની નિમણુંક આપવી *ઓવર સેટ અપ કિસ્સામાં મુખ્ય શિક્ષકોને જિલ્લાફેર મુકવાના બદલે જિલ્લામાં જ સમાવવા કે.ની.શિક્ષણ અને ટી.પી.ઈ.ઓ.ના પ્રમોશન આપવા, HTAT મુખ્ય શિક્ષકના બદલી કેમ્પ યોજવા વગેરે પ્રશ્નો સરકાર સમક્ષ પહોંચાડવા મોરબીના લાલબાગ તાલુકા સેવાસદન થી શરૂ કરી જિલ્લા સેવાસદન સુધી મહારેલી નીકળી હતી અને કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

રેલીને સફળ બનાવવા મોરબી રાષ્ટ્રીય સયુંકત મોરચાના સંયોજક તેમજ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મોરબીના અધ્યક્ષ દિનેશભાઇ વડસોલા,કિરણભાઈ કાચરોલા મંત્રી, ડૉ. લાભુબેન કારાવદરા સુરેન્દ્રનગર સંભાગ મહિલા સંગઠનમંત્રી તેમજ વાંકાનેર તાલુકા મહિલા ઉપાધ્યક્ષ, હિતેશભાઈ ગોપાણી સૌરાષ્ટ્ર સંભાગ સહ સંગઠનમંત્રી, કિરીટભાઈ દેકાવડીયા, કરશનભાઈ ડોડીયા, સુરેશભાઈ પરમાર, રાજેશભાઈ રાઠોડ વગેરે રાજ્ય પ્રતિનિધિ,પ્રદીપભાઈ કુવાડિયા સિનિયર ઉપાધ્યક્ષ,હરદેવભાઈ કાનગડ,નટુભાઈ પટેલ ઉપાધ્યક્ષ,વીણાબેન દેસાઈ મહિલા ઉપાધ્યક્ષ,કિરણબેન આદ્રોજા મહિલા મંત્રી અને જિલ્લા ટીમ, તેમજ તમામ તાલુકાના અધ્યક્ષ-મંત્રીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી તમામ તાલુકામાંથી ખુબજ મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ અન્ય કર્મચારીઓએ ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવી હતી. જે જિલ્લા પ્રચારમંત્રી હિતેશભાઈ પંચોટીયા ની યાદીમાં જણાવેલ છે.