જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મેળવનાર ગોધવિયા ગૌતમભાઇ
ગોધવિયા ગૌતમ રામજીભાઈ તા. ૦૫/૦૯/૨૦૧૧ ના શિક્ષક દિનના દિવસે તેમના ગામની બાજુમાં આવેલ શ્રી બિલિયા પ્રાથમિક શાળામાં ભાષાશિક્ષક તરીકે નિમણૂંક પામ્યા હતા. બાળકો ભાષા પ્રત્યે વધુ રસ કેળવે માટે અવનવી પ્રવૃત્તિઓ અને રમતો દ્વારા જ્ઞાન આપે છે. શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણને વધુ આનંદદાયી અને રસમય બનાવે છે. ભાષા શિક્ષણની સાથે બાળકો સામાન્ય જ્ઞાન પ્રત્યે જાગૃત બને અને ભવિષ્યમાં તેઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર થાય તે માટે દિલથી પ્રયત્ન કરે છે. સી.આર.સી. તેમજ બી.આર.સી કક્ષાની તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકે પ્રશંસનીય કામગીરી બજાવે છે. બાળકોને વિવિધ પરીક્ષાઓની તૈયારીમાં માર્ગદર્શન આપે છે. તેમજ ભાષા કોર્નર, એસ.એસ.કોર્નર, રામ હાટ, બાળમેળો, પ્રવાસ વગેરે જેવી અનેક સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ છે.
વર્ષ ૨૦૨૨ માં મોરબી તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું સન્માન મળેલ છે. સી.આર.સી.માં સૌપ્રથમ પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું સન્માન મેળવેલ છે. NISHTHA તાલીમમાં કે.આર.પી. તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી છે. ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લાકક્ષા સુધી તેમનું ઇનોવેશન સ્થાન પામેલ છે. સૌપ્રથમ ટોય ફેરમાં તેમની કૃતિ તાલુકાકક્ષા સુધી સ્થાન પામેલ છે. મોજીલો વિધાર્થી’ – શાળા દૈનિક પત્ર ચલાવે છે, જેના વડે બાળકો અને શિક્ષકોને અવનવું જ્ઞાન પીરસે છે. youtube ચેનલ અને શૈક્ષણિક એપનો શિક્ષણમાં ઉપયોગ કરે છે. કોરોના અંતર્ગત કરેલ “ભાષા પુષ્પ” નામનું ચાર ભાષામાં ઉપયોગી શબ્દભંડોળ બનાવેલ. જેનો લાભ રાજ્યના અનેક શિક્ષકો અને વિધાર્થીઓને મળ્યો હતો.
વેકેશન દરમ્યાન ભાષા પુષ્પ-2.0′ દ્વારા દૈનિક ગૃહકાર્ય અને દૈનિક ક્વિઝ તૈયાર કરેલ છે.‘ચાલો ખીલીએ’ નામનું ધોરણ ૨ થી ૮ ના બાળકોને ઉપયોગી ગૃહકાર્ય તૈયાર કરેલ. જે બી.આર.સી. મોરબી દ્વારા બ્લોગ પર મુકેલ છે. લોકડાઉન દરમ્યાન ટેકનોસેવી શિક્ષક તરીકે કામગીરી કરેલ છે. જેમાં અન્ય શિક્ષકોને માઇક્રોસોફ્ટ ટીમ્સ, દિક્ષા, સરલ ડેટા વગેરેમાં માર્ગદર્શન આપ્યુ છે. શાળાના શિક્ષકોએ શાળાની દિવાલો પર ટી.એલ.એમનાં ચિત્રો દોરી, શાળાને સાચા અર્થમાં જ્ઞાન મંદિર બનાવ્યું છે.
શબ્દમંથન’ નામની પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં શબ્દભંડોળ વધે તેવા પ્રયાસો કરવામાં આવે છે. ભાષાકીય શૈક્ષણિક વિડીયોનું નિર્માણ કરેલ છે. બાળકો માટે શૈક્ષણિક કીટ, પ્રોત્સાહિત ઇનામો તેમજ શાળાની ભૌતિક સુવિધાઓ વધારવા દર વર્ષે ખૂબ જ આર્થિક સહયોગ શાળા પરિવાર સાથે મળીને મેળવેલ છે.
તેમણે જણાવ્યું હતું કે, “શિક્ષણ કાર્ય દરમ્યાન અવનવી પ્રવૃત્તિઓ હાથ ધરી તેને આનંદદાયી અને અસરકારક બનાવવાં પ્રયત્ન કરૂં છું. તેમજ જુદી જુદી પ્રવૃત્તિઓ અને ટેકનોલોજીનાં ઉપયોગ થકી બાળકોનાં સર્વાંગી વિકાસ માટે હંમેશા ખંતથી કાર્યશીલ રહું છું.