“સ્વયં શિસ્ત…. સ્વયં શિક્ષક” મોરબીની પી.જી.પટેલ કોલેજમાં શિક્ષક દિનની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી

૫ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય શિક્ષકદિન ની દેશભરમાં ઉજવણી થતી હોય છે જેમાં વિધાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનતા હોય છે પરંતુ મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા સંસ્થાના પ્રમુખશ્રી દેવકરણભાઈ અને આચાર્યશ્રી ડો. રવિન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ શિક્ષકદિન ની અનોખી રીતે ઉજવણી કરવામા આવી હતી.

આ ઉજવણી ને “સ્વયં શિસ્ત…. સ્વયં શિક્ષક” એવું શીર્ષક આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિધાર્થીઓએ કોલેજની આસપાસના વિસ્તારમાં નગરપાલિકાના સહયોગ થી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું તેમજ પર્યાવરણ અંગેની લોક જાગૃતિ માટે પર્યાવરણ બચાવો જેવા વિવિધ સુત્રો સાથે રેલી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સમગ્ર સ્ટાફગણ અને વિધાર્થીઓએ એક દિવસ માટે કોલેજ આવવા જવા માટે વાહન નો ઉપયોગ ન કરવાનો પ્રેરણાત્મક નિર્ણય કર્યો હતો. આમ આ અનોખી ઉજવણી કરીને સમાજ ને એક નવી રાહ ચીંધી હતી.

આ સમગ્ર ઉજવણીને સફળ અને સાર્થક બનાવવા માટે કોલેજ સ્ટાફ સહીત વિધાર્થીઓએ પણ જહેમત ઉઠાવી હતી