ચાલો જાણીએ અને માણીએ મોરબીના શિક્ષક દિને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત શિક્ષકોને

મોરબી તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મેળવનાર અશોકકુમાર કાંજીયા

ગત પ સપ્ટેમ્બરે શિક્ષક દિને મોરબી તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત શિક્ષકશ્રી અશોકકુમાર મહાદેવભાઇ કાંજીયા આ.શિ તરીકે શાળાની ગુણવત્તામાં વધારો કરવામાં ખૂબ સારી ભૂમિકા રહી છે. બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરવામાં સંશોધન, ઇનોવેશન આત્મબળ, કલ્પનાશક્તિ, તર્કશક્તિ, વિચારશક્તિ ધીરજ, કુશળતા,ચીવટ જેવા ગુણોનો વિકાસ થાય તેવી રીતે બાળકોને શિક્ષણ આપે છે. શાળાના દરેક કાર્યક્રમોમાં સફળ સંચાલન કરવામાં, વાલીનો પૂરો લોકસહકાર પ્રાપ્ત કરવામાં, શૈક્ષણિક પ્રવાસ, દરેક કાર્યમાં સકારાત્મક બનીને શિક્ષક તરીકે બાળકમાં સર્વાંગી વિકાસ થાય તેમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.

કોરોનાના કારણે ચાલતા ઓનલાઈન શિક્ષણના મુલ્યાંકન માટે “ઓનલાઈન કસોટી” એ ઇનોવેશનને પણ જબરો પ્રતિસાદ મળ્યો હતો. ઉપરાંત શાળામાં આવતા તમામ અભિયાનને સફળ બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે.

જૂન ૨૦૨૧ પ્રથમ સત્ર થી ધોરણ ૩ થી ૮ ના લગભગ ૫૪ (ચોપન) જેટલી ઓનલાઇન ટેસ્ટ બનાવવામાં આવી છે. આ ટેસ્ટનો લાભ તેમની શાળાના બાળકો ઉપરાંત ગુજરાત રાજ્યના જુદા જુદા ૨૩ જિલ્લાના વિદ્યાર્થીઓ હાલમાં લઇ રહ્યા છે. લગભગ મોટાભાગે દરેક વિષયની ઓનલાઇન ટેસ્ટમાં ૮૦૦ થી ૧૬૦૦ સુધી વિદ્યાર્થીઓ પોતાનું સ્વ-મૂલ્યાંકન કરી રહ્યા છે. એડ્યુટર એપ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર સહયોગ આધારીત એડ્યુટર એપમાં વિવિધ ક્વિઝ અને EXAM લીધેલ છે. જેનો ગુજરાતના વિવિધ જિલ્લાના બાળકો હાલમાં લાભ લઈ રહ્યા છે. એડ્યુટર એપમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ક્વિઝર્મા ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર પર આવેલા છે.

ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન (GIET) અમદાવાદ દ્વારા પ્રસારીત થતા શૈક્ષણિક કાર્યક્રમોના પ્રચાર-પ્રસારને માર્ગદર્શન આપવાની કામગીરી કરવાની તક તેમને મળી હતી. જુન- ૨૦૧૮ થી ધોરણ- ૧ થી ૧૦ ના નવા ઘનશ્યામગઢ ગામના તમામ બાળકો ગામની જ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જ અભ્યાસ કરે અને વાલીઓ ખાનગી શાળાની શિક્ષણ ફિ માથી મુક્ત બને તે માટે શાળાના તમામ શિક્ષકો દ્વારા ઊનાળું વેકેશનના સમયગાળા દરમિયાન આખા ગામમાં ડોર ટુ ડોર ૬ થી ૧૬ વર્ષના તમામ બાળકોના પરીવારને રૂબરૂ મળીને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્ય બાદ ૭૮ બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લીધો હતો.

વર્ષ ૨૦૧૬/૧૭માં શ્રી નવા ઘનશ્યામગઢ કુમાર પ્રાથમિક શાળાને સ્વચ્છ શાળા એવોર્ડ મળ્યો તેમાં એસ.એમ.સી.શાળા પરીવાર, શાળા બાળ સ્વચ્છતા સમિતી,. સ્ટાફ વગેરેના સહયોગની તેમની ભૂમિકા ખૂબ મહત્વની છે. લોકડાઉનમાં જાતે બનાવેલ શબ્દચાર્ટ બુક કોપી કરાવીને ઘરે ઘરે બાળકોને આપીને શિક્ષણકાર્ય ચાલું રાખવાનો મહત્વનો પ્રયત્ન તેમણે કર્યો હતો છે.

ગુજરાત શિક્ષણ વિભાગ મારફત શરૂ કરેલ વર્કપ્લેસમાં પણ શાળામાં કરાવેલ અનેકવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી તેમાં મૂકીને વિવિધ ગ્રુપમાં પ્રથમ નંબર પર આવીને ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. જી.સી.ઈ.આર.ટી. – ગાંધીનગર અને ડાયેટ – રાજકોટ ના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકાની વિવિધ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળામાં બાળકોની વયકક્ષા મુજબ વાંચન ઝડપ અને વાંચન અર્થગ્રહણ વિશે તટસ્થતા પૂર્વક કામગીરી કરી મૂલ્યાંકન કરવામાં તેમનો ફાળો રહ્યો છે.

કોરોના સમયગાળા દરમિયાન બાળકોના શિક્ષણની સતત ચિંતા કરીને બાળકોની સાથે શક્ય હોય તેટલા વાલીની નિયમિત રીતે મુલાકાત લેવામાં આવતી હતી. અન્ય વાલીઓ સાથે દર ૧૫ દિવસે ઓનલાઈન મિટીંગ કરવામાં આવતી અને બાળકોના પ્રોગ્રેસ રીપોર્ટની જાણકારી આપવામાં આવતી હતી.વાલીઓ સાથે આત્મીયતા કેળવવામાં પણ એક શિક્ષક અને આચાર્ય તરીકે તેઓ સફળ રહ્યાં છે.