વાંકાનેર:તાલુકા વિસ્તારોમાં ખનિજ માફિયાઓનો દબદબો વધી રહયો છે. પોલીસ અને ખનિજ માફિયાઓની ગાઢ મિત્રતા થી જાહેર સરકારી સંપત્તિ લૂંટાય રહી છે. થોડા દિવસો પહેલા વાંકાનેર જકાત નાક પાસે મોરબી જિલ્લા ટ્રાફિક દ્વારા ખનિજ માફિયાનો મેમો ન ફાડવા ધમપછાડા કરવા આવ્યા હતા એ જ ખનિજ માફિયાઓના ડમ્પર આજે વાંકાનેર નેશનલ હાઇવે કેરાળાના બોર્ડ નજીક આવેલ ચંદ્રપુર અલંગ ગ્રૂપમાં ભરતી ભરવામાં આવી રહી છે. પોલીસ અને ખનિજ માફિયાની મિત્રતા આમ જનતા માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. જ્યારે મોરબી ખાણ ખનિજ વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં છે.મોરબી ખનિજ વિભાગ છ-છ મહિના સુતું રહે છે અને ખનિજ માફિયાઓ તેની લાભ લઇ સરકારી તિજોરીને મસમોટો ચુનો ચોપડી રહ્યા છે. લોકચર્ચા મુજબ ખનિજ ચોરીમાં જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી સુધી મસમોટા હપ્તાઓ પોહચતા હોવાની ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન બની છે.પોલીસ વિભાગને સરકાર દ્વારા આપવામાં આવતો પગારથી પોતાના પેટની ભૂખ,મસમોટા સપનાઓ પુરા થઈ શકે તેમ નહિ હોય એટલે માટે જ સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરી રહ્યું છે. કદાચ આ સરકારી બાબુઓ બટકું રોટલા માટે ખનિજ માફિયાઓ સાથે મિત્રતા બાંધી પોતાના પેટની ભૂખ સંતોષતા હોય તેવું લાગી રહ્યું છે.આજે પણ GJ36T6546 નમ્બરના ડમ્પરો ખનિજ ચોરીના માલનું વહન કરી રહ્યા છે.