મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબે દ્વારા આર્થિક રીતે નબળા બાળકોને કોમ્પ્યુટરનો કોર્સ ફ્રી માં કરાવવામાં આવશે

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સાક્ષરતા દિનની ઉજવણી

મોરબી શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતી બનેલી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા તારીખ 8 સપ્ટેમ્બર 2022 ના રોજ ઇન્ડિયન લાયનસ ક્લબના ચીફ પેટર્ન ઈલા હિતેશભાઈ પંડ્યાના જન્મદિવસ નિમિત્તે આ દિવસને સમગ્ર ગુજરાતમાં આવેલી ઇન્ડિયન લાયન્સની 78 થી વધારે કલબો સાક્ષરતા દિવસ તરીકે ઉજવશે .

મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબે ધોરણ 7,8, 9 ના આર્થિક રીતે નબળા બાળકોને કોમ્પ્યુટરનો ત્રિપલ સી CCC કોર્સ ફ્રી માં કરાવવામાં આવશે . ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આવેલા સુજાતન કોમ્પ્યુટર કલાસના સંચાલક ઇલા હીનાબેન પરમાર સુજા તન કોમ્પ્યુટર ક્લાસ તરફથી તમામ વ્યવસ્થાઓ કરી આપવાની જાહેરાત કરી છે .વિવિધ શાળાઓમાંથી જે બાળકો ટેલેન્ટેડ હોય પરંતુ તેમની આર્થિક પરિસ્થિતિને કારણે કોમ્પ્યુટરની ફીસ ન ભરી શકતા હોય તેવા જુદી જુદી શાળાના કુલ 51 વિદ્યાર્થીઓની ફી નો ખર્ચ મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કરવામાં આવશે

આ પ્રોજેક્ટમાં સાથ સહકાર આપવા માટે સુજાતન કોમ્પ્યુટર ક્લાસ નો સમગ્ર ઇન્ડિયન લાયોનેસ ક્લબ એ આભાર માન્યો હતો. આ પ્રોજેક્ટના મુખ્ય દાતા દુબઈ સ્થિત નરેશભાઈ મેપાણી છે . સમગ્ર મોરબીમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટનો લાભ મળે તે માટે તારીખ 8 પહેલા જે તે શિક્ષકોએ 99 7 93 29837- શોભનાબા ઝાલા નો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.