મો૨બીમાં સતવા૨ા જ્ઞાતિના ૬૭ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

શ્રી મોરબી સતવારા નવગામ જ્ઞાતિ સંચાલિત શિક્ષણ પુરસ્કાર સમિતિ દ્વારા મોરબી સતવારા જ્ઞાતિના ઘોરણ નવથી કોલેજ સુધીમાં પ્રથમ દ્વિત્તિય નંબર મેળવેલ અને ઉચ્ચશિક્ષણ મેળવેલ ૬૭ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ મોરબી સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડૉ.લખમણભાઈ કંઝારિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ, કાર્યક્રમની શરૂઆતમાં દિપપ્રાગ્ટય જ્ઞાતિ પ્રમુખ- ર્ડા.લખમણભાઈ કંઝારિયા તેમ જ આગેવાનોના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે મહેમાનોનું શબ્દોથી સ્વાગત વિજયભાઈ પરમારે કરેલ જ્ઞાતિના જુદા-જુદા મંડળના પ્રમુખઓનું અને દાતાઓનું રૂમાલ–ગુલાબથી સ્વાગત પુરસ્કાર શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવેલ.

આ તકે ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરનાર પરમાર સમય ભરતભાઈ, સેવા સન્માન પ્રવિણભાઈ ૫રમાર તથા શિષ્યવૃત્તિ માટે રૂ।.૧૦,000/- ના દાતા ભૌમિક હિતેષભાઈ જાદવનું સાલ ઓઢાડી જ્ઞાતિના પ્રમુખ લખમણભાઈ કઝારિયાના હસ્તે સન્માન કરવામાં આવેલ.

શિક્ષણ પુરસ્કાર સમિતિના સભ્ય દેવજીચાઈ ચાવડાએ જીવનમાં શિક્ષણના મહત્વ અને સંસ્કારની વાત કરેલ.તો દાતાઓના પ્રતિનિધિ મનજીભાઈ કંઝારિયાએ સમાજમાં શિક્ષણની જરૂરિયાત, જીવનમાં શિક્ષણનું મહત્વ

અને સંસ્કારની વાત કરેલ. આ પ્રસંગે જ્ઞાતિના ૨૭ તારલાઓને શિલ્ડ,પ્રમાણપત્ર,સર્ટી ફાઈલ,ડિકક્ષનરી,પેડ,સ્ટેપ્લર,સ્કુલ બેગ, પુસ્તકો,બોલપેન વગે૨ે વસ્તુઓ દાતાઓ અને પ્રમુખના હસ્તે આપીને વિદ્યાર્થીઓને સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ITIમાં અભ્યાસ કરતા પાંચ વિદ્યાર્થીઓને સ્વ.વિમલકુમાર એ.જાદવ શિષ્યવૃત્તિ દાતાના પ્રતિનિધિ અને જ્ઞાતિના પ્રમુખ લખમણભાઈ કંઝારિયાના હસ્તે આપવામાં આવેલ.આ તકે ઈનામ પાત્ર વિદ્યાર્થીઓ ચાવડા સુરજભાઈ સતિષભાઈ અને પરમાર ઉર્મિલા રમેશભાઈ પોતાનો પ્રતિભાવ આપતા જણાવેલ કે અમે સમાજનાઋણી છીએ અને આ સફળતામાં અમારા વાલી અને શિક્ષકોનું મોટું યોગદાન છે.

કાર્યક્રમના અને જ્ઞાતિના પ્રમુખ પ્રો.લખમણભાઈ કંઝારિયાએ જ્ઞાતિની જુદી-જુદી સંસ્થાઓને આર્થિક-સામાજિક રીતે મદદરૂપ બનવા, વિદ્યાર્થીઓને મહેનત કરવા તેમ જ આજના ઈલેકટ્રોનિકસ-મિડિયાના સમયમાં શિક્ષણના મહત્વની વાત કરેલ.સ્પર્ધાત્મક પરીક્ષાની ‘ફોર્મ ભરી ત્યાંરથી પરીક્ષા આપી’ ત્યાં સુધીની તૈયારી કેમ કરવી ? આજનું અને ગઈકાલનું શિક્ષણ અને શિક્ષણના પોતાના અનુભવની વાત કરેલ.આ પ્રસંગે સિવણ કલાસની બહેનો દ્વારા રાસ-ગ૨બાનો સાંસ્કૃતિક કાર્યક્રમ ૨જૂ કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડિયલ,મોરબી નગરપાલિકાના પ્રમુખ–કુસુમબેન પરમાર મોરબી સતવારા નવગામ જ્ઞાતિનાના મંત્રી–૨મેશભાઈ ૫૨મા૨,મોરબી સતવારા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાધવજીભાઈ કંઝારિયા,મો૨બી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ મહેશભાઈ પરમાર,સતવારા સોશ્યલ ગૃપના મંત્રી કે.કે.પ૨મા૨,મોરબી સતવારા મંડળના મંત્રી અરવિંદભાઈ કંઝારિયા, વાઘપરા સતવારા જ્ઞાતિના પ્રમુખ ભુદરભાઈ જાદવ,વજે૫૨ સતવારા જ્ઞાતિના પ્રમુખ – રાજુભાઈ ડાભી વગેરે આગેવાનો હાજર રહેલ.દાતાના પ્રતિનિધિશ્રીઓ કિશોરભાઈ પરમાર,જીવરાજભાઈ પરમાર, મહાદેવભાઈ ડાભી,મનજીભાઈ કંઝારિયા,હસમુખભાઈ પરમાર,ગીતાબેન કંઝારિયા વગેરે ઉપસ્થિત રહેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષણ પુરસ્કાર સમિતિના સભ્ય મહાદેવભાઈ ડાભી,વિજયભાઈ પ૨મા૨,દેવજીભાઈ ચાવડા, વિજયભાઈ ડાભી, પ્રકાશભાઈ સોનગ્રા, રમેશભાઈ પરમાર,કેતનભાઈ પરમાર, કે.કે.પરમાર, મહેશભાઈ કંઝારિયા, ગોંવિદભાઈ હડિયલ,તરૂણભાઈ ૫૨માર વગેરેએ જહેમત ઉઠાવેલ.

અંતમા કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહેલ, સર્વેનો કેતનભાઈ પરમારે આભાર માનેલ,કાર્યક્રમમાં સર્વે માટે ચા-પાણીની વ્યવસ્થા રાખેલ અને અંતમાં સર્વને આઈસ્ક્રીમ આપી મીઠુંમોઢું કરાવી છૂટા પડયા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહાદેવભાઈ ડાભીએ કરેલ.