હળવદને વર્ષો બાદ ગાયનેક ડોક્ટર તો મળ્યા પરંતુ જરૂરી સાધન સામગ્રી ની હજુ પણ અછત

સોનોગ્રાફી મશીન, એનેસ્થેશિયા ટ્રોલી સહિત ના જરૂરી સાધન સામગ્રી ની અછત – ડો આકાશ પટેલ

૩ મહિના મા સરકારી હોસ્પિટલ ખાતે ડિલિવરી મા અનેક ગણો વધારો – હજુ વધુ મશીન ની જરૂરિયાત

હળવદ શહેર ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી ગાયનેક ડોક્ટરની તાતી જરૂરિયાત હતી ત્યારબાદ આખરે ત્રણ મહિના પહેલા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે એક ગાયનેક ડોક્ટરની નિમણૂક કરવામાં આવી અનેક વર્ષોથી હળવદ શહેર તેમજ ગ્રામ્યના લોકો ડીલેવરી કરાવવા માટે છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલ નો સહારો લેતા હતા અને હજારો રૂપિયાની ફી ચૂકવીને પ્રાઇવેટ હોસ્પિટલમાં ડીલેવરી કરાવવા પરિવારજનો મજબૂર બનતા હતા અનેક વર્ષોથી હળવદ શહેર ખાતે આવેલ એકમાત્ર સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરની જગ્યા ખાલી પડેલ હતી ત્યારબાદ ત્રણ મહિના પહેલા ડોક્ટર આકાશ પટેલની હળવદ ખાતે ગાયનેક ડોક્ટરની નિમણૂક કરવામાં આવી

ત્યારબાદ યુવા અને ઉત્સાહી એવા ડો આકાશ પટેલ દ્વારા હળવદ સરકારી હોસ્પિટલના અધિકક્ષક ડોક્ટર હર્ષિતા પટેલને જો વધુ જરૂરિયાતવાળા મશીનો તેમજ જરૂરિયાત મુજબ દવાઓ ઉપલબ્ધ થાય તો હળવદ સરકારી હોસ્પિટલ ખાતે જ વધુ પ્રમાણમાં નોર્મલ ડિલિવરી તેમજ સિઝેરિયન ડિલિવરી પણ શરૂ કરી શકીએ તેવા હેતુથી માહિતગાર કર્યા ત્યારબાદ હળવદ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર હર્ષિતા પટેલ દ્વારા રાજકોટ વિભાગીય નાયબ નિયામક શ્રી આરોગ્ય અને તબીબી સેવાઓ ની કચેરી ખાતે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે જરૂરિયાત મુજબના સોનોગ્રાફી મશીન,.એનેસ્થેશિયા ટ્રોલી સહિતના અનેક જરૂરિયાતવાળા મશીનો જેના થકી વર્ષોથી હળવદ ખાતે સિઝેરિયન ડિલિવરી કરી શકતા નથી તે પણ ચાલુ થઈ શકે

તેમજ વધુ પ્રમાણમાં જરૂરિયાતવાળા લોકો હળવદ સરકારી હોસ્પિટલ ખાતે આ સુવિધા નો લાભ લઇ શકે તેના માટે જરૂરિયાતવાળા મશીનો તેમજ જરૂરિયાત મુજબની દવાઓ પૂરી પાડવા ત્રણ મહિના પહેલા પત્ર લખવામાં આવ્યો હતો. પરંતુ આજ દિન સુધી આનું યોગ્ય કોઈ નિરાકરણ થયું નથી તેવું ફરજ પરના ડોક્ટર આકાશ પટેલે જણાવ્યું હતું જ્યારથી ગાયનેક ડોક્ટર આકાશ પટેલ હળવદ ખાતે નિમણૂક થયા ત્યારથી નોર્મલ ડિલિવરીમાં અનેક ગણો વધારો થયો છે જેથી હળવદવાસીઓની સુવિધાઓમાં વધારો થયો પરંતુ હજુ સારી સુવિધા આપવા માટે ઉત્સાહી ડોક્ટર હળવદને જરૂરિયાત મુજબની તમામ વસ્તુઓ વિભાગીય નાયબ નિયામક રાજકોટ આરોગ્ય અને તબીબી સેવાઓ ની કચેરી દ્વારા પૂરું પાડવામાં આવે તેવું જણાવ્યું હતું. હવે એ પણ જોવાનો રહ્યું કે મીડિયાના અહેવાલ બાદ હળવદના કોઈ સ્થાનિક નેતાઓ હળદવાસીઓને વધુ સારી સુવિધા મળે તે માટે કોઈ કાર્યવાહી કરશે કે કેમ ??