રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કે.જી.થી પી.જી.સુધી ફરજ બજાવતા શિક્ષકો તેમજ અન્ય ખાતાના હજારો કર્મચારીઓ રેલીમાં જોડાશે.
કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવાના તા. 03-09-2022ના સફળ આયોજન બાદ ગત.તા.07.09.22 ની સરકારે બનાવેલી પાંચ મંત્રીઓની કમિટી સાથે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાની બેઠકનું કોઈ પરિણામ ન મળતા જૂની પેન્શન યોજના તથા કર્મચારીઓના અન્ય પડતર પ્રશ્નો અન્વયે આગામી તારીખ: 11-09-2022 ને રવિવારે સૌરાષ્ટ્ર સંભાગની રાજકોટ ખાતે મહારેલીનું આયોજન કરેલ છે.
કર્મચારી એકતાના બુલંદ અવાજને સરકાર સુધી પહોંચાડવા સૌરાષ્ટ્ર સંભાગના જિલ્લાઓ કચ્છ, મોરબી,સુરેન્દ્રનગર, ભાવનગર,બોટાદ, ગીર સોમનાથ,જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા,પોરબંદર, જામનગર અને રાજકોટ તેમજ રાજકોટમાં નિવાસ કરતા અન્ય તાલુકા અને જિલ્લાના શિક્ષકો સહિતના કર્મચારિયો બહોળી સંખ્યામાં બહુમાળી ભવન સામે, ફન વર્લ્ડ ગેટથી શરૂ કરી સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી કલેકટર કચેરી રાજકોટ સુધી આગામી તા.11.09.22 ના રોજ સવારે 10 :00 કલાકે રેલી પ્રસ્થાન થશે અને કલેકટરને આવેદન અર્પણ કરવામાં આવશે.अभी नहीं तो फिर कभी नहीं! અને એક હી માંગ એક હી નારા પુરાની પેન્શન દે સરકાર ના નારા સાથે દિવસે ને દિવસે કર્મચારીઓની માંગણી બુલંદ થતી જોવા મળી રહી છે.