ભુજ-નખત્રાણા હાઈવે પર માનકૂવા મુકામે યોજાનાર કેમ્પ માં પદયાત્રિકો માટે ચા-પાણી-નાસ્તો, બંને ટાઈમ ભોજન પ્રસાદ, રહેવા-ન્હાવા ની સુવિધા ઉપરાંત મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા પ્રતિવર્ષ માઁ આશાપુરા ની આરાધના માટે જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પ નુ આયોજન કરવા મા આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે સંસ્થા દ્વારા તા.૨૦-૯-૨૦૨૨ થી તા.૨૫-૯-૨૦૨૨ દરમિયાન ભુજ-નખત્રાણા હાઈવે પર માનકૂવા મુકામે ભવ્ય સેવા કેમ્પ નુ આયોજન કરવા મા આવેલ છે.
જે અંતર્ગત ચા-પાણી-નાસ્તો, બંને ટાઈમ ભોજન પ્રસાદ, રહેવા-ન્હાવા ની સુવિધા , મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે. પદયાત્રા મા જતા પદયાત્રિકો ને ઈમરજન્સી મેડીકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હીતેશભાઈ જાની- મો.૯૮૨૫૩૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ-મો.૯૦૯૯૬૦૦૦૮૧ પર સંપર્ક કરવા યાદી મા જણાવ્યુ છે.