મોરબી : મોરબી તાલુકા, એ ડિવિઝન, માળિયા મિયાણાં, વાંકાનેર સિટી, કંટ્રોલ રૂમ, વાંકાનેર તાલુકા તેમજ ધોરાજી ખાતે ડી સ્ટાફ સહિતના વિભાગમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી ચુકેલા અને સ્વભાવે સ્પષ્ટ વક્તા અને લોકોની સેવા કરવા હરહમેંશા તત્પર રહેતાં મુકુંદરાય પ્રેમશંકર જોશીનો આજે ૫૯મો જન્મદિવસ છે.
૧૦-૦૯-૧૯૬૧ના રોજ માળીયા મિયાણાના ખાખરેચી ગામે જન્મેલા મુકુંદરાય જોશી વર્ષ ૨૦૧૯ના મહિનામા વયમર્યાદાના લીધે નિવૃત થયા બાદ પોલીસકર્મીઓ અને અધિકારીઓને ફરજ દરમિયાન પડતી તકલીફો અને મુસબીતોના મર્મ સ્પષ્ટ કરતું પુસ્તક પણ લખી રહ્યા છે. જે પોલીસ અધિકારીઓ અને પરિવાર માટે અતિ મહત્વનું સાબિત થશે, આજે તેમના જન્મદિવસે મિત્રો,શુભેચ્છકો અને પરિવારજનો તરફથી શુભકામનાઓ મળી રહી છે.