મોરબી : માતા પિતા દ્વારા તર છોડાયેલી બાળકી ને 181 અભયમ ટીમે આશ્રય અપાવ્યો

તારીખ.11/09/2022 ના રોજ રાત્રિ ના અંદાજે ૯:૦૦ વાગ્યા આસપાસ 181 મહિલા હેલ્પલાઇન માં એક જાગૃતિ નાગરિક દ્વારા કોલ કરી અને જણાવેલ કે એક અંદાજે 12 વર્ષની ઉંમર ની બાળકી થોડા કલાકોથી જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ બેંક ઓફ બરોડાના એટીએમ પાસે એકલી બેઠેલી છે અને ભૂલી પડી ગયેલ તેમજ ગભરાયેલ હોય તેવું જણાય છે. બનાવની ગંભીરતા જાણી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સ્થિત 181અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જાગૃત નાગરિક સાથે વાત ચિત કરતા જાણવા મળ્યું કે તેઓ અહી બાજુમાં દુકાન ચલાવે છે અને છેલ્લા પાંચ- છ કલાક થી બાળકી અહી એકલી બેઠેલી હતી અને બાળકીને પોતાના વિશે અને તેના માતા પિતા વિશે તેમજ સરનામું વગેરે પૂછતા ગભરાયેલ હોય કઈ જ જણાવેલ નહિ

તેથી ૧૮૧ માં કોલ કરી મદદ માંગેલ ત્યારબાદ બાળકીને વિશ્વાસમાં લઈ રેસક્યું વાનમાં બેસાડી થોડું જમાડી ધીરે ધીરે કુશળ કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે તેના માતા પિતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીકામ કરવા મહારાષ્ટ્રથી આવેલ છે અને તે ક્યાં ગામમાં ખેત કામ કરે છે તેનું નામ આવડતું ન હોય તથા તે આજે તેના માતા પિતા સાથે ઓટો રિક્ષામાં મોરબી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે મોરબી આવેલ હતા ત્યારે તેના પિતા નશાની હાલતમાં તેની માતા સાથે ઝગડો થયેલ હોય તેના માતા અને પિતા ઝગડો કરતા કરતા ક્યાંક ચાલ્યા ગયા હતા તેના પિતાએ મોબાઈલ વેચી નાખેલ હોવાથી તેના પિતા નો સંપર્ક થઈ શક્યો નહિ અને તેના સગા સબંધી તથા અન્ય પરિવારના સભ્યોના કોન્ટેક્ટ નંબર બાળકીને ખ્યાલ ન હોવાથી તેના સગા સબંધી વિશે કઈ જ વિગત મળેલ ન હોવાથી

બાળકીને રાત્રીનો સમય હોવાથી અને વરસાદ વરસતો હોવાથી સુરક્ષિત આશ્રય માટે વિકાસ ગૃહ(મોરબી) ખાતે લઈ જવામાં આવેલ અને સાથે સાથે ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પ લાઈનમાં જાણ કરી બાળકી વિશે સમગ્ર હકીકત જણાવી બાળકી માટે આગળ કાર્યવાહી કરવા જણાવેલ હતું.