મોબાઈલ હેલ્થ યુનિટ-ટીકર રણ અને આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા આયોજિત સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન ટિકર ગામે કરવામાં આવ્યું હતું જેમાં 135 દર્દીઓએ લાભ લીધો, સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ અને નિઃશુલ્ક દવા આપવામાં આવી ,મોબાઈલ હેલ્થ યુનિટ ટિકર રણ અને આયુષ હોસ્પિટલ મોરબી ના સહયોગ થી સરકારી હોસ્પિટલ ટિકર ખાતે કેમ્પ યોજવામાં આવેલ હતો





જેમાં આયુષ હોસ્પિટલ મોરબી ના સુપર સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર હાજર રહી ફ્રી સેવા આપી થી જીલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા,તાલુકા પંચાયત સદસ્ય વાસુદેવભાઈ પટેલ,ટિકર ગામના સરપંચ નીલમબેન દીપકભાઈ પટેલ,માજી સરપંચ મનસુખભાઇ પટેલ વગેરે ગામ ના રાજકીય આગેવાનો હાજર રહેલ હતા વધુ મા ડો ભાવિન ભટ્ટી એ જણાવ્યું હતું કે છેવાડા ના ગામડાઓ મા પણ અમે આ મોબાઇલ હેલ્થ યુનિટ મારફત આ કેમ્પ નું સફળ આયોજન કરવાનું નક્કી કર્યું છે
વિશાલ જયસ્વાલ હળવદ
