તાજેતરમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી સરકારના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી એ ગુજરાતમાં આવી ૩૦૦યુનિટ મહિને વિજળી ફ્રી, મહિલાઓને ૧૦૦૦ રૂપિયા સન્માન રાશિ, બેરોજગાર યુવાનોને ૩૦૦૦ રૂપિયા બેરોજગારી ભથ્થું સાથે અનેક લોક ઉપયોગી ગેરેન્ટીઓ આપી તેના ગેરેન્ટી કાર્ડ દરેક વિધાનસભા માં હાલ વિતરણ થઈ રહ્યા છે ત્યારે કચ્છ લોકસભા ના ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા ના યુવા નેતા પંકજભાઈ રાણસરીયા દ્વારા આ ગેરેન્ટી કાર્ડ વિતરણ માં અત્યાર સુધી રોજે રોજના આકડાઓમાં ૩ વખત ટોપ ૧૦ ના લિસ્ટમાં સમાવેશ થયેલ છે
જ્યારે ગઈ કાલે ૧૩ સપ્ટેમ્બરના રોજ ૨૬૭૪ લોકોને ગેરેન્ટી કાર્ડ આપી સમગ્ર ગુજરાતની ૧૮૨ વિધાનસભા માં પ્રથમ ક્રમે આવી મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે અને મોરબી જિલ્લાના હોદ્દેદારો અને કાર્યક્તાઓનો ઉત્સાહ વધારે જે બદલ કાર્યક્તાઓ અને હોદેદારો દ્વારા પંકજભાઈ ને ખૂબ ખૂબ અભીનંદન પાઠવવામાં આવેલ.