મોરબીમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન પટેલ સમાજ વાડી, શનાળા ગામ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.
આજે કથાના ચોથા દિવસે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કથાનું રસપાન કરાવતા સુંદર સંદેશો આપ્યો હતા આ ભગીરથ કાર્ય કરવા બદલ કાંતિ ભાઈ અમૃતિયા પરિવાર ને બિરદાવ્યા હતા અને સમાજ માં આવા જ જન સેવકો રહે તો સમાજ માં ધર્મ ધજા હંમેશા લહેરાતી રહેવાની વાત ભાઈ શ્રી એ કરી હતી.
મોરબી મુકામે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદભાઇપટેલ, પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરઝા, મંત્રી મોહનભાઈ કુંડારીયા, રિબડા સ્ટેટ ના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, આર.એસ.એસ ના સક્રિય કાર્યકર તેમજ પૂર્વ સાંસદ વલ્લભભાઈ કઠીરીયા,અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહીર ,મોરબી નગરપાલિકા નાં ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા , મોરબી નગરપાલિકા નાં તમામ કાઉન્સિલરો તથા કાર્યકર્તાઓ ભાઈ અને બહેનોને સહિત અગ્રણીઓ એ ચોથા દિવસે ભાગવત સપ્તાહ નું શ્રવણ કર્યો હતો પધારેલા તમામ મહેમાનો ને કાંતિ ભાઈ અમૃતિયા પરિવારે માન ભેર આવકાર આપ્યો હતો.