રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રામધન આશ્રમ ના મહંત ભાવેશ્વરીબેન સહિત મહાનુભાવો ના હસ્તે ૧૫૦ વિદ્યાર્થીઓના સન્માન કરવામાં આવ્યા
મોરબી દશનામ ગોસ્વામી સમાજનો ૨૫ મો વિદ્યાર્થી સન્માન સમારોહ મોરબી ગોસ્વામી સમાજની વાડી ખાતે યોજાયો હતો જેમાં કે.જી થી કોલેજ સુધીના ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓના સન્માન રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા,રામધન આશ્રમ ના મહંત ભાવેશ્વરીબેન અને ગોસ્વામી સમાજના આગેવાનોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરાયા હતા.સન્માન સમારોહનો પ્રારંભ પ્રથમ તાજેતરમાં કૈલાસવાસ થયેલ ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળના અધ્યક્ષ સ્વ મહેન્દ્રગીરી ગોસ્વામી (ભાવનગર) તેમજ જંત્રાખડી ગામે સગીર બાળા તેમજ અન્ય મોરબી માં તાજેતર માં થયેલ કારોબારી સભ્યો રાજુભાઇ,અને ગીરધરભારથી સહિત સમાજના અન્ય કૈલાસવાસીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી પછી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવેલ હતી.
આ પ્રસંગે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન એ ગોસ્વામી સમાજને આશીર્વચન પાઠવયા હતા ગોસ્વામી સમાજ એ શિવપંથી સંતો મહંતોનો પૂજનીય આદરણીય સમાજ છે સમાજમાં બાળકોને વધુને વધુ ભણાવી શિક્ષણ અપાવવા ઉપર ભાર મૂક્યો હતો રાજ્યના પંચાયત મંત્રી બ્રીજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે ગોસ્વામી સમાજની સરળતા,સજનતા,સહદયતા મને બહુ ગમે છે હું મારું સૌભાગ્ય માનું છું કે મને અહીં આવવાની તક મળી યુવાનો વ્યસન છોડે બહેનો ફેશન છોડે એટલે સમાજની પ્રગતિને સિદ્ધિ વધુ થશે તમારા બાળકોને વધુને વધુ ભણાવો જેથી સમાજમાં ગોસ્વામી સમાજનો બાળક કલેક્ટર મોટો પોલીસ અધિકારી ડોક્ટર એન્જિનિયર ના પદ શોભાવે અને સમાજનું ગૌરવ વધારે ગોસ્વામી સમાજના વિવિધ પ્રશ્નો કે કોઈપણ પ્રકારની મારી જરૂરિયાત પડે ત્યારે હું ગોસ્વામી સમાજની સાથે રહીશ ની ખાતરી આપું છું દરેક તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવું છું.
ગોસ્વામી સમાજના ઉપસ્થિત આગેવાનોએ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો ને અભિનંદન પાઠવ્યા હતા મોરબી ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી બાપુ ગોસ્વામી સમાજના વિદ્યાર્થીઓ માટે કોચિંગ ક્લાસ સહિત સુવિધા વધારવા નું જણાવ્યું હતું સમાજના વધુને વધુ વિકાસ ના કાર્ય કરવા સમાજના લોકોએ બનતો આર્થિક સહયોગ આપવા ભાર મૂક્યો હતો આ પ્રસંગે જયેશગીરી (એજ્યુકેટીવ એન્જિનિયર પીજીવીસીએલ મોરબી), રામગીરીભાઈ (રાજકોટ),વિમલેશગીરી(એસબીઆઈ) સુકેતુગીરી(સીએ),ડોક્ટર જયદીપ ગોસ્વામી,એડવોકેટ કમલેશગીરી,પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી,સુખરામ બાપુ (ત્રીપાંખ સાધુ સમાજ) મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળના પ્રમુખ તેજશગીરી સહિતના સન્માન કરાયા હતા.
આ સમારોહને સફળ બનાવવા ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી,ઉપપ્રમુખ હંસગીરી, મંત્રી જેઠાગીરી,સહિત ખજાનચી પ્રવીણગીરી,નથુગીરી,દિલીપગીરી, કૈલાશગિરી (જીઈબી) મહિપતપુરી સહિત સભ્યોએ જહેમત ઉઠાવી આ સમારોહ ને સફળ બનાવ્યો હતો.