મોરબી ખાતે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહના પાંચમાં દિવસે અગ્રણીઓએ કથાશ્રવણનો લાભ લીધો

મન વિસુધ થશે સતકર્મ થી : ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

મોરબીમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગતોના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન પટેલ સમાજ વાડી, શનાળા ગામ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.

ભાગવત સપ્તાહ ના પાંચમ દિવસે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ કથાનું રસપાન કરાવતા સુંદર સંદેશો આપ્યો હતા આ ભગીરથ કાર્ય કરવા બદલ કાંતિ ભાઈ અમૃતિયા પરિવાર ને બિરદાવ્યા હતા અને સમાજ માં આવા જ જન સેવકો રહે તો સમાજ માં ધર્મ ધજા હંમેશા લહેરાતી રહેવાની વાત ભાઈ શ્રી એ કરી હતી.

મોરબી મુકામે ગુજરાતનું ગૌરવ તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રીપુરસોત્તમભાઈ રૂપાલા, ચેરમેન IFFCO દિલીપભાઈ સંઘાણી,ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ, ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, મોરબી જિલ્લા માનનીય કલેક્ટર જે.બી.પટેલ , મોરબી પોલીસ વડા રાહુલભાઈ ત્રિપાઠી, કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત આગ્રણીઓ એ ભાગવત સપ્તાહ કથાશ્રવણનો લાભ લીધો હતો.

મોરબી ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો સાથે ભાવિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.