હળવદ તથા માળીયા(મી) તાલુકાના દિવાળીના તહેવાર દરમ્યાન હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરવા ઈચ્છુકોને જણાવવાનું કે, હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવા માટે લાયસન્સ મેળવવાનુ રહે છે. આ લાયસન્સ મેળવવા માટે કરવાની થતી અરજી નિયત નમુનામાં તમામ આધાર-પુરાવા સાથે પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, હળવદ, તાલુકા સેવા સદન, રૂમ નં.૧૧૮,૧૨૫, પ્રથમ માળ, લાલબાગ, મોરબી-૨ ખાતે કરવાની રહે છે.
આ અરજી તા. ૩૦/૦૯/૨૦૨૨ સુધીમાં કરવાની રહેશે. નિયત કરેલ તારીખ બાદ મળેલ અરજીઓ કોઈપણ સંજોગોમાં માન્ય રાખવામાં આવશે નહી અને કોઈપણ રજુઆતો ધ્યાને લેવામાં આવશે નહી. જેની સર્વે લોકોને નોંધ લેવા હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ ઝાલા દ્વારા જણાવાયું છે.