ભારતીય બનાવટનો અલગ – અલગ બ્રાન્ડનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ નો જથ્થો પકડી પાડતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ
મોરબી પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.આલ તથા પોલીસ સબ ઇન્સ. આર.પી.રાણા સર્વેલન્સ સ્ટાફ સાથે મિલ્કત વિરૂધ્ના ગુન્હાઓ અટકાવવા તથા ગેરકાયદેસર હથીયાર શોધી કાઢવા તથા પ્રોહી-જુગારની બદી પર અંકુશ લાવવા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પોલીસ કોન્સ. આશીફભાઇ રાઉમા તથા શકિતસિંહ પરમારને સંયુકત ખાનગીરાહે હકિકત મળેલ કે સીરાજભાઇ ઉમરભાઇ ખોખર રહે.મોરબી મહેન્દ્રપરા શેરીનં.૨૦ વાળો તથા મુસ્તાક ઉર્ફે મુસ્સો જુસબાઇ કટીયા / મીયાણા રહે.મચ્છી પીઠ શેરી નં.૦૨ આઝાદ હોટેલ સામેની શેરીમાં મોરબી વાળો પોતાના કબ્જા ભોગવટાની ઓરડીમાં ઇંગ્લીશદારૂ રાખી વેચાણ કરતો હોય તેવી ચોકકસ હકીકત મળેલ જેથી ઉપરોક્ત હકીકત વાળી જગ્યા એ રેઇડ કરતા (૧) ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડ ની બોટલો નંગ-૨૧૬ જેની કુલ કિ.રૂ.૮૭૯૬૦/- નો મુદામાલ પોતાના કબ્જા ભોગવટાની ઓરડીમાં વેચાણ અર્થે રાખી મળી આવેલ જેથી ઉપરોક્ત મુદામાલ કબ્જે કરી બંને ઇસમો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.આલ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર આર.પી.રાણા તથા પોલીસ હેડ કોન્સ. રામભાઇ મંઢ, તથા પોલીસ કોન્સ. ચકુભાઇ કરોતરા, આશિફભાઇ રાઉમા, તેજાભાઇ ગરચર, શકિતસિંહ પરમાર, અરજણભાઇ ગરીયા, વિગેરેનાઓ દ્વારા કરેલ છે.