હળવદ વોર્ડ નંબર ૧ ની મહિલાઓ વિવિધ સમસ્યાઓ ને લઈને નગરપાલિકાએ દોડી આવી

આપ ના નેતાઓ ને સાથે રાખી વિવિધ સમસ્યાઓ નું નિરાકાર લાવવા રજૂઆત – રજૂઆત સાંભળવા કોઈ હાજર નહિ !

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ શહેરમાં આવેલ વોર્ડ નંબર એકમાં અનેક સમસ્યાઓ નો ઢગલો છે ત્યારે વોર્ડ નંબર એકમાં ગટરના ગંદા પાણી છેલ્લા ઘણા વર્ષોથી ઘરમાં ઘૂસી જતા હોય પીવાના પાણી ચોખ્ખું ન આવતું હોય તેમજ રોડ રસ્તાઓ બિસ્માર હોય અને સ્ટ્રીટ લાઇટ ચાલુ ન હોય તેવી અનેક સમસ્યાઓ સાથે આજે નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર તેમજ પ્રમુખને રજૂઆત કરવા દોડી આવ્યા હતા પરંતુ રજૂઆત સાંભળનાર કોઈ હાજર હતું નહીં પ્રમુખ જોડે વાત કરતા જણાવ્યું હતું કે હાલ તેઓ પાર્ટીના કામથી બહારગામ છે તેમજ ચીફ ઓફિસર એ ફોન રીસિવ કર્યો ન હતો સમસ્યાઓથી થાકી ચૂકેલા રહીશો આપના નેતાઓને સાથે રાખી રજૂઆત કરવા દોડી આવ્યા હતા

પરંતુ આ રજૂઆત માત્ર રજૂઆત જ રહી ગઈ ગટરના ગંદા પાણી ઘરમાં ઘૂસી જવાની છેલ્લા ઘણા વર્ષોથી સમસ્યાથી પીડા રહ્યા છે પરંતુ કોઈ અમને સાંભળતું નથી તેવા આક્ષેપો મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. તેમજ વોડના સભ્ય દ્વારા પોતાના વર્ડમાં કોઈપણ જાતની કામગીરી ન કરતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા આ નગરપાલિકા અમને પાકિસ્તાન ના નાગરિક હોઈ એમ ગણે છે – સ્થાનિક સભ્ય

મત જોતો હોઈ ત્યારે તો રિક્ષા લઇને બેસાડી લઈ જાય છે પરંતુ સુવિધા આપતા નથી – મહિલાઓ , સુવિધા ન આપી શકો તો બંગડી અને શાળીઓ પેહરી લો – મહિલાઓ, આગામી દિવસો મા અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું – આપ ના નેતા