પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના અગ્રણીઓને મોરબી વાસીઓએ હરખે ફૂલડે વધાવ્યા
મુખ્યમંત્રી ભૂપેંન્દ્રભાઇ પટેલ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા તેમજ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલએ મોરબી ખાતે ભવ્યાતિભવ્ય રોડ શો યોજ્યો હતો.
મોરબી ખાતે સમય ગેટ થી નગરપાલિકા રૂટ પર યોજાયેલા આ ભવ્ય રોડ શો માં ઠેર ઠેર નગરવાસીઓએ મુખ્યમંશ્રી તથા અધ્યક્ષને પુષ્પથી નવાજ્યા હતા.
આ રોડ શો દરમિયાન સમગ્ર રૂટ પર મોરબી જિલ્લા ભાજપ, આર્ય સમાજ, નાલંદા વિદ્યાલય, ઋષિકુમારો-સોખડા હનુમાનજી, સતવારા સમાજ, ઉમિયા સોસાયટી, સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન અને પાટીદાર નવરાત્રી મહોત્સવ, કોળી સમાજ છત્રીવાળા- વાંકાનેર, મોરબી જિલ્લા રાજપૂત સમાજ, પાટીદાર સમાજ, નવયુગ શૈક્ષણિક સંસ્થા ટ્રસ્ટ, માલધારી સમાજ, શ્રી સ્વામિનારાયણ મંદિરના સાધુ-સંતો, આહીર સમાજ, સુપર માર્કેટ પરિવાર, સિરામિક પરિવાર, ભવાઈ મંડળ(વ્યાસ), મોરબી તાલુકા ભાજપ, નગરપાલિકાના સમગ્ર વૉર્ડ, વકીલ મંડળ, મહેરશ્વરી સમાજ, જૈન સમાજ,સાધુ (બાવાજી) સમાજ, ગોસ્વામી સમાજ, ડૉ.પરિવાર અને ડૉ. એસોસિએશન, મેડિકલ એસોસિએશન, મોઢ વણિક સમાજ, ભાટિયા સમાજ, ધોબી/ભાવસાર સમાજ, બ્રહ્મ સમાજ, લુહાર સમાજ વગેરે સમાજ, સંસ્થાઓ, સંગઠનો તેમજ અગ્રણીઓ દ્વારા મહાનુભાવોનું ફૂલડાં વરસાવીને સ્વાગત અભિવાદન કરી મોરબીની ધરા અદકેરો આવકાર આપવામાં આવ્યો હતો.
આ તકે મુખ્યમંત્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તથા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાથે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા અને દેવાભાઇ માલમ, સાસંદ મોહનભાઈ કુંડારિયા, વિનોદભાઇ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરિયા વગેરે જોડાયા હતા. આ રોડ શોમાં વિશાળ સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. વિશાળ જનમેદનીમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ જોવા મળ્યો હતો.